અમદાવાદ પાણીમાં ‘બંઘક’ બચાવવા આર્મી ઉતારવી પડી
- ડેવલપમેન્ટના દાવા ખોખલા; પોશ વિસ્તારો પાણીમાં ગરકાવ
- બે બોટ, લાઈફ જેકેટ સાથે 50થી વધુ જવાનો લોકોને બચાવી રહ્યા છે
- રસ્તા પર પાણી, વાહનો બંધ, જનતા પરેશાન, પોશ વિસ્તારોની હકીકત બહાર
- અમદાવાદ-રાજકોટ હાઈ-વે બન્યો સ્વીમિંગપુલ
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદ શહેરમાં ૨૩ જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી પણ વરસાદ વરસી રહ્યો છે.શહેરના થલતેજ, બોપલ, આંબલી, શેલા સહિતના વિસ્તારમાં ક્યાંક કેડસમા તો ક્યાંક છાતીસમા પાણી ભરાયેલા છે. સતત બીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાણી ન ઓસરતા આર્મીને ઉતારવાની ફરજ પડી છે.
કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડો રૂપિયાના બંગલોમાં છાતીસમા પાણી ભરાયા છે. ગઈકાલથી લોકો અહીં ફસાયા હોય આર્મીએ બોટની મદદથી લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. આનંદનગર વિસ્તારમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા સલામતીના ભાગરૂપે ૧૬ ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા.
પંજણપોળ ચાર રસ્તા પર સર્જીલand કોલેજ પાસે ભૂકો પડ્યો છે. પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા AMCએ અપીલ કરી છે તો શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો છે.
ધોધમાર વરસાદના કારણે શહેરના બોપલ-આંબલી વિસ્તારની સોસાયટીઓ જળબમ્ર બની છે. સ્થિતિ જાણવા માટે ખુદ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે.