Loading Please Wait !!!
હાઈ વે પર પેટ્રોલ-ડીઝલ ખૂટતા હાહાકાર ટ્રકો-કારોની લાઈનો લાગી!

=> ફ્યૂઅલ ક્રાઈસિસ; લાંબી મુસાફરી કરનારાઓ મુશ્કેલીમાં

=> પેટ્રોલ-ડીઝલમાં રૂા.3નો વધારો ઝીંકાયા બાદ ભીમપુરા સહિતના પેટ્રોલપંપ સંચાલકોનો નિયત માત્રામાં ઈંધણ આપવા નિર્ણય

=> વડોદરાના પંપ પર વિનંતી, ટુ-વ્હીલર માટે 100, ફોર વ્હીલર માટે 500થી વધુના પેટ્રોલનો આગ્રહ ન રાખો

=> ઈંધણ માટે જંગ; કલાકો લાઈનમાં ઉભા રહો, છતાં 2000 રૂપિયાનું જ ડીઝલ પૂરી દેવાય છે

=> લોકોમાં ઈ-વ્હીકલ અને કાર પુલિંગનું પણ પ્રમાણ વધ્યું

=> અનેક પંપો પર બોર્ડ લાગ્યા ટુ-વ્હીલરમાં 100નું ફોર-વ્હલીલરમાં 500નું મર્યાદા

=> જિલ્લા-તાલુકા કક્ષાએ પણ સ્થિતિ વણસી : ભાવનગરમાં ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ જોઈતું હોય તો ખાતેદારનો દાખલો ફરજિફયાત

=> રાત્રિના નવ વાગ્યા પછી પેટ્રોલ પંપ બંધ, વાહન ચાલકોને ધરમધક્કા

=> ઘણા ખરા પેટ્રોલપંપ ઉપર  `નો સ્ટોક'ના લાગ્યા બોર્ડ : ગ્રામ્ય વિસ્તારોમાં  કેરબા સાથે  લાગતી લાઈનો

સિટી ન્યૂઝ@ગાંધીનગર

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. જેને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂા.3નો ભાવ વધારો ઝીંકાયો છે. જોકે આ વૈશ્વિક કટોકટીના સમયમાં વડોદરાના ભીમપુરા સહિતના કેટલાક પેટ્રોલપંપ સંચાલકો દ્વારા ટુ-વ્હીલરને રૂા.100 અને ફોર-વ્હીલરને રૂા.500નું જ પેટ્રોલ આપવાનો નિર્ણય લીધો છે. જે અંગેની નોટિસ પણ પેટ્રોલપંપ પર મારી દીધી છે. આ ઉપરાંત શહેરના મોટાભાગના પેટ્રોલપંપો પર નોટિસ તો નથી મારી, પરંતુ નિયત માત્રામાં જ પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે. રહ્યુ શહેરમાં નોકરી-વેપાર સ્થળે જતાં ઘણા લોકો દ્વારા કારની જગ્યાએ ટુ-વ્હીલરનો ઉપયોગ શરૂ કરાયો છે. બીજી તરફ જેમની પાસે ઈલેક્ટ્રિક વ્હીકલ છે, તેઓ અન્ય કર્મચારીઓને પણ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે. 

આ સંજોગોમાં ઈ-વ્હીકલની ખરીદીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદારધામના લોકાર્પણ સમયે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા જણાવ્યું હતું. જે બાદ પોલીસ, કલેક્ટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ કાર પુલિંગ કરતા થઈ ગયા છે. આ ઉપરાંત લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થાય તે માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ભીમપુરામાં આવેલા એચપીસીએલ પેટ્રોલપંપ પર ટુ-વ્હીલર માટે રૂા.100 અને ફોર-વ્હીલર માટે રૂા.500થી વધારેનું પેટ્રોલ ન માગવું તેવી નોટિસ લગાવે છે.