પતિ અન્ય સ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયો
- અમદાવાદ–ચાંદખેડા વિસ્તારની ઘટના
- પત્નીને બચકા ભરી શારીરિક સબંધ બાંધવાની કોશિશ કરી
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી પરણિતાએ પતિ અને સાસુ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા, જેથી પત્નીએ જાણ થતા પતિએ બચકા ભરીને જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવા પ્રયત્ન કર્યો હતો. પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી પતિ અને સાસુએ ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે પરણિતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં રહેતી ૪૩ વર્ષીય પરણિતાએ ૨૦૧૨માં કોર્ટ મેરેજ કર્યા હતા. મહિલાનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ચાર વર્ષ અગાઉ મહિલા પતિના ફોનમાં અન્ય સ્ત્રી સાથેના પ્રેમભરીની વાતચીતના મેસેજ વાંચી લીધા હતા, પરંતુ તે સમયે પતિએ સાથી નોકરી કરતી હોવાની જણાવી વાત પૂરી કરી દીધી હતી.
બાદમાં પતિએ ફોનનો પાસવર્ડ બદલી નાખ્યો અને પીડિતાને ફોન આપવાનું બંધ કરી દીધું હતું. પતિ અવારનવાર ઘરે મોડો આવતો હતો, જેથી મહિલાએ મોડા આવવાનું કારણ પૂછતા ઝઘડો કરવા લાગ્યો હતો.
થોડા દિવસ અગાઉ પતિ અન્ય સ્ત્રી સાથે શાસ્મીનગર ગાર્ડન પાસે જાડીની પાછળ ઉભો હતો. પરણિતા અને તેના પિતા ત્યાંથી પસાર થતા બંનેએ જોયા. જો કે મહિલા પતિને વાત કરતા પતિએ તોની સાથે ઝઘડો કર્યો હતો. મહિલા સમયે અગાઉ પતિએ કહ્યું કે, તારે મારી સાથે રહેવું હોય તો હું કુંહું તેમ રહેવું પડશે. પતિએ મહિલાને લાફા મારી બેડ પર પાડી દીધી હતી. મહિલાને બચકા ભરીને જબરજસ્તી શરીર સંબંધ બાંધવાની કોશિશ કરી હતી. મહિલાના સાસુ પણ મહિલાને પતિ પક્ષ લઈને ઝઘડો કરતા હતા. જોકે થોડા સમય અગાઉ પતિ અને સાસુએ ભેગા મળી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી.