Loading Please Wait !!!
પંચનાથ હોસ્પિટલમાં મહિલાઓ અને ગર્ભવતી માતાઓ માટે ફુલટાઈમ મહિલા તબીબોની સેવા

 
  • મહિલા ગાયનેકોલોજિસ્ટ અને Fetal Medicine Specialistની નિમણૂક
  • ગર્ભાવસ્થા દરમિયાન મહિલા ગાયનેકોલોજિસ્ટ અને મહિલા Fetal Medicine Specialist એક વિશેષ સંયોજન

સિટી ન્યૂઝ@રાજકોટ

પંચનાથ હોસ્પિટલ દ્વારા મહિલાઓ અને ખાસ કરીને ગર્ભવતી માતાઓને આરામદાયક, વિશ્વાસપૂર્ણ અને ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે હેતુથી સ્ત્રીરોગ વિભાગમાં મહિલા તબીબોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હોસ્પિટલમાં Dr. Charmi Sanepara (MBBS, DNB OBGY, DGO)ની ફૂલટાઈમ ગાયનેકોલોજિસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગાયનેકોલોજિસ્ટની ઓપીડી ફી માત્ર રૂ. ૫૦ રાખવામાં આવી છે.

Dr. Charmi Saneparaએ Government Medical College, Bhavnagarથી MBBS, MGG Hospital, Navsariથી DGO અને Meenakshi Mission Hospital, Maduraiથી DNB પૂર્ણ કર્યું છે. તેમણે Himalaya Hospital, Anand ખાતે Laparoscopic Surgeryમાં Fellowship પણ કરી છે. Obstetrics & Gynecology, Laparoscopic અને Open Gynecological Surgeries તથા Infertility Diagnosis and Treatment ક્ષેત્રે તેમને તાલીમ અને અનુભવ છે.

પંચનાથ હોસ્પિટલના Gynecology Departmentમાં અત્યાર સુધીમાં ૧,૨૦૦ જેટલી Gynecological અને Obstetric procedures કરવામાં આવી છે. તેમાંં Normal Delivery, Cesarean Delivery, Hysterectomy, D&E સહિત વિવિધ પ્રસુતિ અને સ્ત્રીરોગ સંબંધિત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

પંચનાથ હોસ્પિટલ ટ્રસ્ટ આધારિત ચેરિટેબલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે જરૂરિયાતમંદ વર્ગને પોષાય તેવા દરે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી કાર્યરત હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું છે.

ગર્ભસ્થ શિશુના વિકાસ અને આરોગ્યની વિશેષ તપાસ માટે Dr. Chitrali Jitendra Chavda (MBBS, DGO, Post Graduate Diploma in Fetal Medicine)ની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે Pramukhswami Medical College, કરમસદથી Fetal Medicineમાં Post Graduate Diploma કર્યું છે.

Fetal Medicine અંતર્ગત NT Scan, Chromosomal Risk Assessment, Anomaly Scan, Fetal Echocardiography, Neurosonography, Fetal Growth Assessment, વિવિધ Doppler Studies, Twin Pregnancyનું મૂલ્યાંકન, Placental Assessment, Amniocentesis તથા CVS સંબંધિત પ્રક્રિયાઓ સહિતની સેવાઓ ઉપલબ્ધ છે.High-Risk Pregnancy, Twin Pregnancy, અગાઉના ગર્ભમાં જન્મજાત ખામીનો ઇતિહાસ, અસામાન્ય Screening Report અથવા Ultrasoundમાં શંકાસ્પદ તારણ હોય તેવા કિસ્સામાં Fetal Medicine Specialistની સલાહ અને મૂલ્યાંકન ઉપલબ્ધ રહેશે.

પ્રસુતિ સમયે બાળરોગ નિષ્ણાતની હાજરી

પંચનાથ હોસ્પિટલમાં બાળકના જન્મ સમયે નવજાત શિશુની તાત્કાલિક તબીબી તપાસ અને જરૂરી કાળજી માટે બાળરોગ નિષ્ણાત Dr. Parth Maliની હાજરીની વ્યવસ્થા કરવામાં આવી છે. Normal Delivery હોય કે Cesarean Delivery, બંને સ્થિતિમાં પ્રસુતિ સમયે બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ રહેશે. બાળકના જન્મ બાદ તેની સામાન્ય સ્થિતિ, શ્વાસપ્રક્રિયા, હૃદયના ધબકારા સહિત જરૂરી તબીબી પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવશે. જરૂર જણાય તો તાત્કાલિક તબીબી સહાય અને સારવાર શરૂ કરી શકાય તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

મહિલાઓ માટે નિઃસંકોચ સારવારનું વાતાવરણ

પંચનાથ હોસ્પિટલના જણાવ્યા મુજબ, મહિલાઓ અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન પોતાના અંગત અને સંવેદનશીલ આરોગ્ય સંબંધિત પ્રશ્નો મહિલા ડૉક્ટર સમક્ષ વધુ સરળતાથી રજૂ કરી શકે છે. તેથી મહિલા ગાયનેકોલોજિસ્ટ તથા મહિલા Fetal Medicine Specialistની ઉપલબ્ધતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હોસ્પિટલમાં માસિક અનિયમિતતા, PCOS, હોર્મોનલ સમસ્યાઓ, ગર્ભાવસ્થા સંબંધિત તકલીફો, Antenatal Care, High-Risk Pregnancy, વંધ્યત્વ સંબંધિત પ્રાથમિક તપાસ, ગર્ભાશય અને અંડશયની સમસ્યાઓ, Fibroid, Ovarian Cyst, Menopause તથા અન્ય સ્ત્રીરોગ સંબંધિત સમસ્યાઓ માટે નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે.