નિધિ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આગામી તારીખ ૨૧ જૂન ના રોજ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" હોય, સમગ્ર વિશ્વમાં આ યોગ દિવસની ઉજવણી છેલ્લા ૧૨ વર્ષથી થતી હોય, તેની તૈયારીના ભાગ રૂપે નિધિ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા સ્કૂલના સત્રના પ્રારંભ થી જ યોગ દિવસની તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે, તેમાં સૂર્ય નમસ્કાર, યોગ, પ્રાણાયામ તેમજ અલગ અલગ આસનો દ્વારા યોગ ચંદનબેન વિઠલાણી દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ રહી છે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિધિ સ્કૂલ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, આ વર્ષે પણ નિધિ સ્કૂલ ખાતે ૨૧ મી જૂનના દિવસે સવારે ૭ થી ૮ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, આ યોગ દિવસ ની તૈયારી ના ભાગરૂપે નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્કૂલના બીના ગોઠેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ,હેમાલી મકવાણા, વૃષ્ટિ ચાવડીયા, સ્નેહામેમ તેમજ શિક્ષક ગણ કાર્યરત છે.