Loading Please Wait !!!
નિધિ સ્કૂલ દ્વારા સેવા પ્રકલ્પ રૂપે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં વોર્ડ નંબર - ૧ માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ગોવર્ધન ગૌશાળા ના સહયોગથી સેવા પ્રકલ્પ રૂપે નિ:શુલ્ક માં છાસ વિતરણ કેન્દ્રનો આજે તા.૧૪/૦૫/'૨૬ (ગુરુવાર) થી સવારે ૧૧ થી ૧ દરમિયાન "નિધિ સ્કૂલ" ભારતીય નગર - ૨, ૮૦ ફુટ રોડ, ગાંધીગ્રામ ખાતે શરૂ કરવામાં આવેલ છે, આ છાશ વિતરણ માં દરરોજ છાશનું વિતરણ કરવામાં આવશે, રાજકોટ શહેરમાં અત્યારે ગરમીનો પારો અસહ્ય હોય આર્થિક રીતે નબળા તેમજ ગરીબ પરિવારમાં આ છાશનું વિતરણ કરવામાં આવશે, પરિવાર દીઠ દરેકને એક લીટર છાશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે, આ છાશ કેન્દ્રના પ્રારંભમા બ્રહમાકુમારી નયનાદીદી, બ્રહમાકુમારી ભાગ્યોવતીદીદી, ભા.જ.પા અગ્રણી જલ્પાબેન દતાણી,મયુરીબા પરમાર ઉપસ્થિત રહી છાશ વિતરણ કરેલ, આયોજનને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, હર્ષદ રાઠોડ, નિરવ વ્યાસ,પ્રશાંત સિંધવ, અવી મકવાણા, વિશાલ ચાવડા, તુષાર રાવલ તેમજ તેઓનું મિત્ર મંડળ આ સેવા કાર્ય કરી રહેલ છે, આ નિ:શુલ્ક માં છાશ વિતરણનો હેતુ ગરમીના સમયમાં રાહદારીઓ તેમજ શ્રમિક વર્ગના લોકોને ટાઢક મળે એના માટે આ આયોજન કરવામાં આવેલ છે, આ નિ:શુલ્ક છાશ કેન્દ્રનો લાભ લેવા નિધિ સ્કૂલ ખાતે સવારે ૧૦ થી ૧ દરમિયાન લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા આયોજન કમિટી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.