Loading Please Wait !!!
નવાગઢમાં કારખાનામાં નામીચા બુટલેગરનું જુગારધામ ઝડપાયું

હિતેશ ઉર્ફે ભયલુ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો : બુટલેગર સહીત ત્રણની ધરપકડ થઈ

સિટી ન્યૂઝ@ રાજકોટ
જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં આવેલા શિવાની પ્રોસેસ કારખાનામાં ચાલતી જુગાર કલબમાં રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર, નામચીન બુટલેગર અનિલ ઉર્ફ ડબલી સહિત ત્રણ જુગારીને ઝડપી રોકડ રૂ. 1.58 લાખ અને મોબાઈલ સહિત કુલ રૂ. 1.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ દરોડા દરમિયાન દરમિયાન કારખાનાની ઓફિસમાં ત્રણ શખ્સો જુગાર રમતા હોવાનું નજરે પડ્યું હતું. પોલીસે આ ત્રણેયની પુછતાછ કરતા તેમણે પોતાના નામ હિતેશ ઉર્ફે ભયલુ જેરામ ભાખોતરા તથા અનિલ ઉર્ફે ડબલી મનસુખ બારૈયા (ઉ.વ. 40 રહે. બાપુની વાડી અભિષેક સ્કૂલ પાસે જેતપુર) અને અમિત દિનેશ વડેલીયા હોવાનું જણાવ્યું હતું. દરોડા દરમિયાન પટમાંથી રોકડ રૂપિયા 1,58,000  તથા ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કારખાનેદાર હિતેશ ઉર્ફે ભયલુ નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો.