મોરબી રોડ બાયપાસ પર એસઓજીનો દરોડો : રિમાન્ડ મેળવવા તજવીજ
=> ફાયરિંગ કેસમાં હથિયાર સપ્લાયર ભરત ફુગશીયા પિસ્તોલ સાથે ઝડપાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં થોડા દિવસો પૂર્વે ફાયરિંગ કર્યાની ઘટનામાં પોલીસે ફરિયાદી બની તપાસ હાથ ધરી હતી આ પ્રકરણમાં હથિયાર સપ્લાય કરવાના ગુનામાં સંડોવાયેલ શખ્સને એસઓજીએ બાતમી આધારે ઝડપી લીધો છે શહેરના ભાગોળે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતા રસ્તે આવેલા વાહનની કંપનીના ગોડાઉન પાછળ વાડી પાસેથી તેને દબોચી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. શહેરના જામનગર રોડ ઉપર પૈસાની લેતી દેતી મુદ્દે થયેલ ફાયરિંગની ઘટનામાં રામદેવ ડાંગરને હથિયાર સપ્લાય કરનાર શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન એસઓજી પીઆઈ એન.બી. ચૌધરી સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે હથિયાર સપ્લાયર કુખ્યાત ભરત રઘુભાઈ ફુગસીયા દેશી બનાવટની પિસ્તોલ સાથે તેની વાડી અસે ઉભો છે આ બાતમી આધારે દરોડો પાડી આરોપીને ઝડપી લઈ ૧૦ હજારની દેશી બનાવટની પિસ્તોલ, ત્રણ જીવતા કાર્ટીસ અને ફોન સહીત ૨૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પતિની પ્રથમ માસિક પુણ્યતિથિના દિવસે જ વિયોગમાં પત્નીએ ઝેર પી જીવ દીધો
રાજકોટના સાધુવાસવાણી રોડ પર પાટીદાર રેસિડેન્સીમાં માવતરે રહેતા કૃતિબેન નામના ૨૫ વર્ષીય મહિલાએ પતિના મૃત્યુ બાદ વિયોગમાં ઝેરી દવા પી આપઘાત લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગત મુજબ કૃતિબેને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક કૃતિબેને આઈ.ટી.આઈ. સોફ્ટવેરનો અભ્યાસ કર્યો હતો.