Loading Please Wait !!!
મોંઘવારી હાહાકાર મચાવશે; ફૂડ ક્રાઈસિસનો ખતરો!

  • વિશ્વભરમાં મોટું ખાદ્ય સંકટ; જેપી મોર્ગને આપી મોટી ચેતવણી
  • પ્રભાવિત થનાર દેશોમાં ભારત, બ્રાઝિલ અને ઇંડોનેશિયાનો સમાવેશ
  • ખાતરના પૂર્વવઠામાં અવરોધ અને અલનીનોની અસર દેખાશે
  • કૃષિ ખર્ચમાં તીવ્ર વધારો અને સંભવિત નબળા પાક ઉત્પાદને ગ્લોબલ ફૂડ ક્રાઈસિસ 2027માં જ જોવા મળશે

સિટી ન્યૂઝ @ નવી દિલ્હી

જેપી મોર્ગને પોતાના ચેતવણી અહેવાલમાં જણાવ્યું છે કે ભૂ-રાજકીય તનાવ ખાતરોની અછત અને આબોહવા પરિવર્તના વધતા સંકટોનો કારરો ૨૦૨૭માં વિશ્વની ખાદ્ય પ્રણાલીએ એક નવા પૂર્વવઠા સંકટનો સામનો કરવો પડી શકે છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે કૃષિ અર્થમાં તીવ્ર વધારો અને સંભવિત રીતે નબળા પાક ઉત્પાદનને કારણે ગ્લોબલ ફૂડ ક્રાઈસિસ જોવા મળશે.

જેપી મોર્ગને ખાસ કરીને ભારત, બ્રાઝિલ અને ઇંડોનેશિયાને એવા દેશોમાં સામે કર્યા છે જ્યાં પાતર પૂર્વવઠામાં વિશેષ અને અલ નીનોનો સંયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણ બની શકે છે. વૈશ્વિક પાક પૂર્વવઠામાં ઘટાડો થવા પર જે વ્યૂહાત્મક પડકારો ઊભા થઈ શકે છે, ભારત ભૂતકાળમાં તેનો સામનો કરી ચૂક્યું છે. જો આ ચેતવણી સાચી સાબિત થાય છે, તો ખોરાક મોંઘો થઈ શકે છે, ખાસ કરીને ઉભરતા અર્થતંત્રોમાં જ્યાં પરિવારો પોતાની આવકનો મોટો હિસ્સો ખોરાક પાછળ ખર્ચે છે.

જેપી મોર્ગને આ ખાદ્ય સંકટ માટે સૌથી મોટા જવાબદાર પરિબળો તરીકે અલ નીનો અને ખાતરની અછતને ગણાવ્યા છે. વાસ્તવણમાં, ખાતર બજાર અને ખાધ બજાર વચ્ચે મોટો સંબંધ છે. અહેવાલ મુજબ, મધ્ય પૂર્વ વૈશ્વિક યુરિયા નિકાસમાં લગભગ ૪૨% અને એમોનિયા નિકાસમાં ૨૭% હિસ્સો ધરાવે છે, જેનાથી આ ક્ષેત્ર નાઇટ્રોજન આધારિત ખાતરોનો એક મહત્વપૂર્ણ સ્રોત બને છે. હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ચાલી રહેલા અવરોધોએ આ સપ્લાય ચેઈનને જોખમમાં મૂકી દીધી છે, જ્યારે કુદરતી ગેસના વધતા ભાવ્યોએ તેમાં બળતરામાં ઘી હોમવાનું કામ કર્યું છે. યુરિયા જેવા નાઇટ્રોજન ખાતરને વાવણી સમયે અને પાકના પ્રારંભિક વિકાસ દરમિયાન નાખવું જરૂરી હોય છે. આ સમયગાળામાં તેનો ઉપયોગ ન કરવાથી ઉત્પાદન ઘટી શકે છે, ભલે પછીથી પૂર્વવતો ફરી શરૂ થઈ જાય. માત્ર ખાતરની અછત જ નહીં, પરંતુ ગ્લોબલ ફૂડ ક્રાઈસિસ માટે બીજું મોટું પરિબળ આબોહવા છે. જેપી મોર્ગનનું કહેવું છે કે સાફિક થઈ રહેલું અલ નીનો મુખ્ય કૃષિ ક્ષેત્રોમાં વરસાદ અને તાપમાનની પેટર્નને બદલી શકે છે, જેનાથી દુષ્કાળ, પૂર અને અન્ય વિષમ હવામાન ઘટનાઓનું જોખમ વધી શકે છે. ऐतिहासिक રીતે, અલ નીનોની ઘટનાઓ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઉત્પાદનમાં સરેરાશ ૩.૫% ઘટાડા સાથે સંકળાયેલી છે, જ્યારે સમશીતોષ્ણ વિસ્તારોમાં ૨.૪%નો વધારો જોવા મળ્યો છે.

વિશ્વમાં મોંઘવારી હાહાકાર મચશે

ગ્લોબલ ફૂડ ક્રાઈસિસની ચેતવણી આપતા જેપી મોર્ગન તરફથી બીજી એક ચિંતાજનક બાબત જણાવવામાં આવી છે. તેમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે ૨૦૨૭ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ ૫% સુધી પહોંચી શકે છે, જે ૨૦૨૬ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ૨.૮% હતી. રિપોર્ટ મુજબ, આ ચેતવણી વિશ્વમાં અચાનક અનાજની અછત સર્જાવા બાબતે નથી, પરંતુ તે એક મોટી સમસ્યા તરફ ઈશારો કરે છે. ખેડૂતોને વધતા ખર્ચ અને મુખ્ય ખાદ્ય પદાર્થોના ઓછા પૂર્વવઠાનો સામનો કરવો પડી શકે છે, બરાબર એવા સમયે જ્યારે હવામાનમાં ફેરફાર ઉત્પાદનને જોખમમાં મૂકી રહ્યો છે.