દરેક ઘરમાં મોંઘવારીની એન્ટ્રી રૂા. 2000 મહિને વધારાનો ભાર
=> ખિસ્સા પર હીટવેવ રાજકોટ લુંટાયું પેટ્રોલ-ડીઝલ ભાવ વધારો, મધ્યમ વર્ગની કમર તૂટી !
=> પેટ્રોલ-ડીઝલમાં 3 રૂપિયાના ભાવ વધારાથી રાજકોટમાં દરરોજ 11.10 લાખનો વધારાનો ખર્ચ
=> પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો આ વધારો માત્ર ઇંધણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની અસર સમગ્ર અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર પડે છે. ખાસ કરીને મધ્યમવર્ગ માટે આ વધારાનો ખર્ચ સંભાળવો મુશ્કેલ બની શકે છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો આવનારા સમયમાં મોંઘવારી વધુ વધવાની શક્યતા છે, જેના કારણે લોકોના જીવનમાં આર્થિક દબાણ વધશે.
સિટી ન્યૂઝ@રાજકોટ (માહિતી: નિર્મલ નથવાણી -અર્થશાસ્ત્રી)
રાજકોટ શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 3નો વધારો થતા સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર જોવા મળી રહી છે. વધતા ઇંધણના ભાવને કારણે માત્ર વાહનચાલકો જ નહીં પરંતુ આખા શહેરના જીવન ખર્ચમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં દરરોજ અંદાજે 1.50 લાખ લીટર પેટ્રોલની જરૂરિયાત છે. ભાવમાં 3 રૂપિયાના વધારાને કારણે શહેરવાસીઓ પર દરરોજ આશરે 11.30 લાખ રૂપિયાનું વધારાનું ભારણ પડશે. જો આ જ ગણતરી મહિના પ્રમાણે કરીએ તો શહેરને લગભગ 3.33 કરોડ રૂપિયાનું વધારાનું બોજું સહન કરવું પડશે.
ડીઝલના મામલે પણ સ્થિતિ ગંભીર છે. શહેરમાં દરરોજ આશરે 2.20 હજાર લીટર ડીઝલનો વપરાશ થાય છે. તેમાં પણ ભાવ વધારો થતા દરરોજ લગભગ 12.10 લાખ રૂપિયાનું વધારાનું ખર્ચ લોકો પર આવશે. ડીઝલના વધતા ભાવનો સીધો અસર ટ્રાન્સપોર્ટેશન પર પડે છે, જેના કારણે શાકભાજી, અનાજ, દૂધ સહિતની જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થવાનો ભય છે.
આ ભાવવધારાની અસર મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગ માટે સૌથી વધુ ચિંતાજનક બની રહી છે. નિષ્ણાતોના મતે માત્ર 3 રૂપિયાના વધારાથી એક સામાન્ય પરિવારને દર મહિને આશરે 2000 રૂપિયા જેટલું વધારાનું ખર્ચ સહન કરવું પડી શકે છે. જે હાલની મોંઘવારી વચ્ચે પરિવારના બજેટને ખોરવી શકે છે. વાહનચાલકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ સરકાર પાસે ભાવવધારો પાછો ખેંચવાની માંગણી કરી છે, જ્યારે કેટલાક લોકોએ જાહેર પરિવહન તરફ વળવાની વાત પણ કરી છે.
મહિને 3.33કરોડનો નવો બોજો : પેટ્રોલનો હિસાબ
=> દરરોજ વપરાશ = 1.50 લાખ લીટર
=> વધારો = 3 પ્રતિ લીટર
=> દરરોજ વધારાનો ખર્ચ = 1,50,000 × 3 = 4,50,000 (4.5 લાખ)
=> મહિને (30 દિવસ) = 4.5 લાખ × 30 = 1.35 કરોડ
=> ડીઝલનો હિસાબ
=> દરરોજ વપરાશ = 2.20 લાખ લીટર
=> વધારો = 3 પ્રતિ લીટર
=> દરરોજ વધારાનો ખર્ચ = 2,20,000 × 3 = 6,60,000 (6.6 લાખ)
=> મહિને (30 દિવસ) = 6.6 લાખ × 30 = 1.98 કરોડ
=> કુલ બોજો (પેટ્રોલ + ડીઝલ)
=> દરરોજ = 4.5 લાખ + 6.6 લાખ = 11.10 લાખ
=> મહિને = 1.35 કરોડ + 1.98 કરોડ = 3.33 કરોડ
=> ફાઇનલ તારણ (સરળ ભાષામાં)
=> રાજકોટમાં 3 રૂપિયાના વધારાથી
=> દરરોજ 11.10 લાખનો વધારાનો ખર્ચ
=> મહિને 3.33 કરોડનો બોજો