Loading Please Wait !!!
માતાએ પરિણીત પુત્રી પર જ્વલનશીલ પ્રવાહી છાંટતા હોસ્પિટલમાં દાખલ કરી

સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં માતા આશાબેન તુલસીભાઈ વાઘેકીયાએ ઝઘડો કરી તેની પુત્રી અંજલી પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. રાજકોટના કુબલીયાપરામાં રહેતા આશાબેન, ગઈકાલે જામનગરના દરેડ ગામે સાસરીયામાં રહેતી દીકરી અંજલી ઉ.૨૦ને તેડવા માટે ગયા હતા. બપોરે બંને સિવિલ હોસ્પિટલ ચોકમાં પહોંચ્યા ત્યારે આશાબેને કોઈ કારણસર ઝઘડો કરી કોઈ જ્વલનશીલ પ્રવાહી મોઢા ઉપર છાંટી દીધું હતું. બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સિવિલ હોસ્પિટલ ચોકીમાં એસિડ છાંટ્યાની નોંધ કરાવવામાં આવતા એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ક્યાં કારણથી અને કયુ જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.