Loading Please Wait !!!
મારવાડી યુનીવર્સીટી પાસે બે કારની ટક્કરમાં ઘાયલ ટંકારાના યુવકનું મોત

=> રાજકોટથી કપડા ખરીદી કરીને પરત જતા ટંકારાના ચોહાણ પરિવારને અકસ્માત નડ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ :  મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી પાસે ગઈકાલે બે કાર મોરેમોરો અથડાઈ હતી.જેમાં ગંભીર રીતે ઘવાયેલા ટંકારાના યુવકનું મોત નીપજતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ રાજેન્દ્રકુમાર સામુદ્રે અકસ્માત સર્જનાર આકાશ દેવા ચોહાણ સામે ગુનો નોંધ્યો છે. ટંકારાના કલ્યાણપર રોડ પર આશાબા પીરની દરગાહ પાસે રહેતા સલીમભાઈ તારમામદભાઈ ચૌહાણ ઉ.વ ૫૫ એ અકસ્માત અંગેની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલ તા. 12-05-2026 ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ આ નવઘણભાઈ તેના ભાઈના દીકરા આકાશભાઈ દેવાભાઈ ચૌહાણ (ઉ.વ.28, રહે વડગામડા તાલુકો થરાદ જીલ્લો પાલનપુર) તથા સુનિલભાઈ નાગજીભાઈ સિંધવ (રહે ટંકારા) તથા આશિકભાઈ દિલીપભાઈ ચૌહાણ કે જે નવઘણનો કૌટુંબિક ભાઈ થતો હોય, તે બધા સ્વીફ્ટ કાર નંબર જીજે -36- એલ -2786માં ટંકારાથી રાજકોટ કપડાની ખરીદી માટે ગયેલ હતા.

ખરીદી બાદ રાજકોટથી ટંકારા પરત બપોરના સમયે આવતી સમયે આ સ્વીફ્ટ કાર આકાશભાઈ ચલાવતા હતા. બાજુની સીટમાં સુનિલભાઈ બેઠા હતા. ડ્રાઇવરની સીટની પાછળ નવઘણભાઈ તથા તેની બાજુની સીટ આશિકભાઈ બેઠા હતા તથા મોરબી રોડ મારવાડી યુનિવર્સિટીથી આગળ જતા થોડે દુર એક બાઈક ચાલક બાઈક ચલાવીને જતો હોય તેને ઓવરટેક કરતા સમયે આકાશએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બીજી ફોરવીલ સાથે સ્વીફ્ટ કાર ભટકાવવાથી બંને કાર પલટી ખાઈ જવાથી સ્વીફ્ટ કારમાં સવાર નવઘણભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજા થઇ હતી. આકાશને છાતીના ભાગે મુંઢ ઇજા થઇ હતી. સુનીલ તથા આશીકને કોઈ ઈજા થયેલ નહોતી.

માણસો ભેગા થઈ જતા કોઈએ 108 ને જાણ કરતા આવી જતા જુદી જુદી 108 માં નવઘણભાઈ તથા આકાશભાઈને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈ ગયેલ. હું તથા મારાં ભાઈ દાદુભાઇ વગેરે ટંકારાથી રાજકોટ સરકારી દવાખાને આવતા નવઘણભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજા થવાથી લોહી નીકળતું હોય તથા બેભાન હોય સાર વાર હેઠળ હોય તથા આકાશભાઈને શરીરે મુંઢ ઈજા થયેલ. બંનેને સિવિલમાંથી રાજ હોસ્પિટલમાં દાખલ કરેલ. જ્યાં ચાલુ સારવાર દરમિયાન નવઘણભાઈનું મોત નીપજ્યું હતું. સામે વાળી કારના નંબર જીજે -03- પીસી -6515 હતા. જેમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નહોતી.