Loading Please Wait !!!
પત્નીને ઘરમાં પૂરી પતિ મેરેજ બ્યુરોમાં સાળી સાથે પરણ્યો

વડોદરાની કૌટુંબિક સંબંધોની શરમજનક ઘટના

સિટી ન્યૂઝ@વડોદરા

વડોદરા શહેરમાં કૌટુંબિક સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની જ સાળી સાથે પ્રેમસંબંધી બાંધીને બીજા લગ્ન કરી લીધા હોવાનો અને પત્ની પર મિલકત પોતાના નામે કરી આપવા માટે શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિત પરણિતાએ પોતાના પતિ અને નાની બહેન સામે વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાના લગ્ન ૯ માર્ચ, ૨૦૦૯ના રોજ કોર્ટ મેરેજ તેમજ મુસ્લિમ શરિયત મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતીને બે પુત્રો થયા હતા અને શરૂઆતમાં વધું સરસ ચાલી રહ્યું હતું. જોકે, નવેમ્બર-૨૦૨૪થી પતિની વર્તણૂકમાં ફેરફાર આવ્યો હતો. તે પત્ની પર શંકા-વહેમ રાખી ઘરમાં પૂરીને બહારથી તાતું મારી જતો હતો. આ દરમિયાન મહિલાને પતિના મોબાઈલમાંથી પોતાની જ નાની બહેનના મેસેજ મળી આવ્યા હતા, જેથી બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. નાની બહેનના પતિ સાઉદી અરેબિયા રહેતા હોવાથી તે અલગ ભાડાના મકાનમાં રહેતી હતી અને બહેનના ઘરે આવ-જા કરતી હતી. આ દરમિયાન પતિ અને સાળી વચ્ચે પ્રેમસંબંધી પાંગર્યો હતો.

  • પતિએ ૭ માર્ચ, ૨૦૨૫ના રોજ પત્નીના પિયરપક્ષ તરફથી મળેલા સોનાના દાગીના મુચ્ચબલ

ફાઈનાન્સમાં મૂકવાના બહાને લઈ લીધા હતા. ત્યારબાદ ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાવપુરા રોડ પર આવેલા એક મેરેજ બ્યુરોમાં સાળી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. લગ્ન કર્યા બાદ પતિ સાળી સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા જતો હતો અને પત્ની તથા વાહકોનો ફોન નંબર બ્લોક કરી ખર્ચાર્થ આપવાનું પણ બંધ કરી દીધું હતું. પતિ પત્નીને ધમકી આપતો હતો કે, “તારા નામે જે બે ઘર છે તે મારા નામે કરી દે, તો જ હું તારી સાથે રહીશ, નહીં તો તને તલાક આપી રસ્તે રઝડતી કરી દીશ.” જ્યારે મહિલા પોતાના બાળકોના ભવિષ્ય માટે પતિ પાસે વિનંતી કરવા ગઈ, ત્યારે પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. એટલું જ નહીં, ૧૧ મે, ૨૦૨૫ના રોજ પિયર ગયેલી મહિલાને તેની નાની બહેને પણ ધમકી આપી હતી, “અસલમ મારો જ છે, તું તેને છોડી દે અને ઘર અસલમના નામે કરી દે, નહીં તો તારું અને તારા દીકરાઓનું જીવવું મુશ્કેલ કરી દઈશ. આ સમગ્ર વિવાદ મામલે મહિલાએ અગાઉ મહિલા પોલીસ સ્ટેશનેમાં અરજી કરી હતી. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (દિવાળીપુરા કોર્ટ) ખાતે પણ પ્રી-લિટિગેશન હેઠળ સમાધાનના પ્રયાસો છાંથ ધરાયા હતા. પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આખરે પીડિત મહિલાએ પોતાના પતિ (અસલમ) અને નાની બહેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.