ત્રંબા ગામે પ્લાન મુજબ કામ કરવાનું કહેતાં ધક્કો માર્યાની પોલીસ ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ રાજકોટ નજીકના કસ્તુરબાધામ ત્રંબામાં રહેતા પરિવારને સુખરામનગરમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર જેન્તી ડાયાભાઈ હિરપરાએ મારીને જમીનમાં દાટી દેવાની ધમકી આપ્યાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રંબામાં રહેતા ગૌરીબેન પરસોતમભાઈ રૈયાણી ઉ.૫૦એ જણાવ્યું છે કે ત્રંબામાં આવેલા પ્લોટમાં બાંધકામ માટે આરોપીને કામ સોંપ્યું હતું. થોડા દિવસ બાદ બાંધકામ જોતાં આરોપી વ્યવસ્થિત કામ કરતો ન હોવાથી ટપાર્યો હતો. ગઈ તા.૩ના રોજ પુત્ર અને પતિ સાથે સાઈટ ઉપર ગયા હતા ત્યારે આરોપીને બોલાવ્યા હતા. આરોપીને પ્લાન મુજબ કામ કરવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ ગાળા-ગાળી શરુ કરી હતી. તેના પતિએ ગાળો દેવાની ના પાડતા તેને ધક્કો મારી દીધો હતો. આજી ડેમ પોલીસે ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.