લગ્ન માટે સોનેરી તક : રઘુવંશી યુવક યૂવતિઓ માટે વેવિશાળ મહાપરિચય મેળો
=> નિ:શૂલ્ક સેવા : પરિચય મેળો બનશે સબંધોનું સ્નેહમિલન
=> એક જ છત નીચે હજારો સબંધોનું જોડાણ થશે : 14મી જૂન રવિવારે હેમુગઢવી હોલમાં ભવ્ય આયોજન
=> બાયોડેટા પહોંચાડી દેવા સમાજના આગેવાનોની અપીલ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં ૧૪ જૂનને રવિવારના રોજ રઘુવંશી સમાજના લગ્નવાંછુક દિકરા-દીકરીઓ માટે નિ:શુલ્ક વેવિશાળ મહાપરિચય મેળાનું આયોજન હેમુગઢવી હોલમાં કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી દિકરા-દીકરીઓ ઉપસ્થિત રહેશે. તા. ૩૧-૫ સુધીમાં દિકરા-દીકરીઓની બાયોડેટા ઓફિસે પહોંચાડી દેવા માટે અપીલ કરાઈ છે. રઘુવંશી અગ્રણી કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઈ જોબનપુત્રા દ્વારા તા. 14, જુન, રવિવારના રોજ બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી રઘુવંશી દિકરા-દિકરીઓ માટે નિશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળો રાજકોટના હાર્દસમા હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. નિશુલ્ક રઘુવંશી વૈવિશાળ મહા પરીચય મેળામાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશી ગ્રેજ્યુએટ દિકરીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા કિરીટભાઈ કેસરીયા તથા પંકજભાઇ જોબનપુત્રાએ અપીલ કરાઈ છે. નિશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા" ને નટુભાઈ કોટક (લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ રાજકોટ, ચેરમેન), કિશોરભાઈ કારીયા, જતીનભાઈ ભીંડોરા (બજરંગ મિત્ર મંડળ), હેમલભાઈ ખંઢેરીયા, મહેશભાઇ કોટક, શૈલેષભાઇ પુજારા, ભદ્રેશભાઈ વડેરા, રાજુભાઈ જોબનપુત્રા, ધર્મેશભાઈ નંદાણી, અમીતભાઈ નાગરેચા, મનીષભાઈ અનડકટ, આશીષભાઈ પુજારાનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. મેળામાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવનાર નથી. સંપૂર્ણ આયોજન નિશુલ્ક રાખવામાં આવ્યું છે જેથી સમાજનો દરેક પરિવાર સરળતાથી જોડાઈ શકે. કાર્યક્રમ દરમિયાન યુવક-યુવતીઓના પરિચય સત્ર, માર્ગદર્શન, પરિવાર મુલાકાત તેમજ સમાજના આગેવાનોના પ્રેરણાદાયી સંબોધનનું આયોજન પણ કરવામાં આવશે. નિ:શુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળાની વિશેષ માહિતી માટે કિરીટભાઇ કેસરીયા મો.98242 24270 તથા પંકજભાઈ જોબનપુત્રા મો.98259 98261 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
આ સ્થળે બાયોડેટા પહોંચાડી દેવા અપીલ
"નિશુલ્ક રઘુવંશી વેવિશાળ મહા પરીચય મેળા" માં ભાગ લેવા ઇચ્છતા દિકરા-દિકરીઓએ પોતાના બાયોડેટાની બે કોપી તથા ફોટોગ્રાફ બે કોપીમાં (1) 2-કોલેજવાડી, 'વ્રજ વિહાર' એપાર્ટમેન્ટ, ફલેટ નં. 101, રાજકુમાર કોલેજની સામે, રાજકોટ કિરીટભાઈ કેસરીયા મો. 98242 24270, (2) શ્રી રાજશકિત ડેરી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, 5/9 કોર્નર જંકશન પ્લોટ મેઈન રોડ, ડો. કાછેલાની સામે, રાજકોટ પંકજભાઈ જોબનપુત્રા મો. 98259 98261 (3) સ્વ.શ્રી જગુભાઈ રૂપારેલીયા સ્થાપિત સંસ્થા શ્રીનાથજી વેવિશાળ માહિતી કેન્દ્ર, સિધ્ધિ ફલેટસ, હાઉસિંગ બોર્ડ શેરી નં. 5, અક્ષર માર્ગ, એન્જલ મદ્રાસ કાફે પાસે, રાજકોટ. અમરશીભાઈ રૂઘાણી (મો.93777 88229), (4) અંબિકા અપરેલસ, રેર રેબિટ શોરૂમ સામે, નાઇસ એન્ડ ન્યુ ની બાજુમાં, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ, જયભાઈ લાલસેતા (મો. 9662899909) તથા (5) જલીયાણ આર્ટ, નક્ષત્ર-6, શોપ નં. 16, સમૃધ્ધિ ભવનની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે નિલેશભાઈ અનડકટ (મો. 98244 52092) પરના સરનામે તા. ૩૧/5 ને સોમવાર સુધીમાં મોકલી દેવા ફરજીયાત છે.
* પરિવારોને વિશ્વાસભર્યું મંચ પ્રાપ્ત થશે
રઘુવંશી સમાજમાં એકતા, સંસ્કાર અને સારા સંબંધોની પરંપરાને આગળ વધારવા આ ભવ્ય "નિશુલ્ક રઘુવંશી મહા પરીચય મેળો"નું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી મળી રહે અને પરિવારોને એક વિશ્વાસભર્યું મંચ પ્રાપ્ત થાય તે શુભ હેતુથી આ વિશાળ મેળો યોજાઈ રહ્યો છે.
* વાલીઓને સંવાદની ઉત્તમ તક મળશે
આ મહા પરીચય મેળામાં રાજ્યભરના તેમજ બહારગામના રઘુવંશી પરિવારો ભાગ લેશે. યુવક-યુવતીઓ તથા તેમના વાલીઓને એક જ સ્થળે પરસ્પર પરિચય, ચર્ચા અને સંવાદની ઉત્તમ તક મળશે. સમાજમાં વધતા આધુનિક સમયમાં પણ સંસ્કાર, પરંપરા અને પરિવાર મૂલ્યો જળવાઈ રહે તે માટે આ પ્રકારના આયોજનને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.