લગ્નની લાલચ આપી મહિલા સાથે દૂષ્કર્મ આચર્યાની ફરિયાદ
=> પોલીસે કરી આરોપીની ધરપકડ : ોશ્યલ મીડીય મારફત પ્રેમ સંબંધ કેળવી હવસનો શિકાર બનાવી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં સોશ્યલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ વેપારીએ મહિલાને લગ્ન કરવાનું કહી દૂષ્કર્મ આચર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પ્રાથમિક તપાસમાં સાતેક વર્ષ પૂર્વે સોશ્યલ મીડિયા મારફત પરિચયમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ કેળવી કૃત્ય આચર્યું હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
રાજકોટમાં રહેતી 29 વર્ષીય મહિલાએ કોઠારીયા રોડ ઉપર ક્રિષ્ના ચોક પાસે રહેતા પાર્થ ગીરીશભાઈ સોઢા નામના શખ્સ સામે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી તેના પિતા સાથે ઘઉં લે-વેચનો ધંધો કરે છે ભોગ બનનાર સાથે સાતેક વર્ષ પહેલા આરોપીનો સોશ્યલ મીડિયા મારફતે સંપર્ક થયા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને સાથે હરવા-ફરવા પણ જતા હતા. આ સમયે આરોપીએ લગ્ન કરવાનું કહી ભોગ બનનારને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લઈ જઈ દૂષ્કર્મ આચર્યું હતું. બાદમાં લગ્ન કરવાની ના પાડી દેતા ફરિયાદ નોંધાવાઈ હતી પીઆઇ પરમાર સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
=> છાસ લેવા ગયેલી સગીર ભત્રીજી સાથે કૌટુંબિક કાકાએ કર્યું દુષ્કર્મ
=> લોધીકા પોલીસે ગુનો નોંધી હવસખોર શખ્સની કરી ધરપકડ
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી પંથકની 17 વર્ષીય સગીરા પર કૌટુંબીક કાકાએ દુષ્કર્મ આચરતા હવસખોર કાકા સામે લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે નોંઘણચોરા ગામે રહેતી સગીરાને રસ્તામાં આંતરી અવાવરુ વિસ્તારમાં લઇ જઈ કૌટુંબીક કાકાએ હવસ સંતોષતા લોધીકા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી હવસખોર કાકાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાકા-ભત્રીજીના સંબંધને કલંક લગાડતી આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર કોટડાસાંગાણી પંથકમાં રહેતી 17 વર્ષીય સગીરાએ કૌટુંબીક કાકા અનિલ સામે લોધીકા પોલીસમાં દુષ્કર્મ અંગે નોંધાવેલી ફરિયળમાં જણાવ્યું હતું કે, તેણીના કૌટુંબીક કાકા ઘર નજીક જ રહે છે. ગઈ તા.12-5-2026ના રોજ બપોરે સગીરા ઘરેથી નજીકમાં આવેલી કરિયાણાની દુકાને છાસ લેવા ગઈ હતી. દરમિયાન રસ્તામાં કૌટુંબીક કાકા અનિલએ સગીરાને રસ્તામાં આંતરી બળજબરી પૂર્વક ગામ નજીક આવેલ ચેકડેમ પાસે ઉઠાવી ગયો હતો. અહીં સગીરાની મરજી વિરુદ્ધ કૌટુંબીક કાકાએ તેણી પર દુષ્કર્મ ગુજારી હવસનો શિકાર બનાવી હતી બાદમાં સગીરાને ચેકડેમ પાસે મુકી નાશી છૂટ્યો હતો. બનાવ બાદ સગીરા ઘરે પહોંચી હતી. અને રડતી આંખે માતા-પિતાને આપવીતી વર્ણવી હતી આ બાદ પરિવારજનો સગીરા સાથે લોધીકા પોલીસ મથકે દોડી ગયા હતાં અને ફરિયાદ નોંધાવી હતી લોધીકા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી માસુમ તરુણીની આબરુ લુંટી લેનાર હવસખોર અનિલ દેવીપૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.