કુવાડવા ગામે યુવક પર ટોળકીનો હુમલો કરી કારમાં તોડફોડ કરી
- નંબર વગરની કારમાં આવેલા ફાળદંગ શિવરાજ કાઠી સહીતના 6 શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
સિટી ન્યૂઝ@ રાજકોટ : કુવાડવા ગામે નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુન કારમાં આવેલા ફાળદંગ શિવરાજ કાઠી સહીતના ૮ શખ્સોએ આવીને યુવકને મારકૂટ કરી કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે
બનાવ અંગે રાજકોટના કુચિયાદળ ગામે રહેતાં પરેશભાઇ હેમંતભાઈ ચૌહાણ ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શિવરાજ કાઠી રીકલો (રહે ફાળદંગ) તેમજ અન્ય 6 અજાણ્યા શખ્સોના નામ આપતા કુવાડવા રોડ પોલીસ સ્તેશ્બ્બા પી.એસ.આઈ એ બી ઝાલાની ટીમે તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતી કરી તેમજ જે.સી.બી. ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવે છે.
પોતે ગત તા ૦૭ ના રોજ મિત્રો સાથે કુવાડવા ગામમાં ધણ ચોકમાં નાસ્તો કરવા ઉભા રહેલ તે વખતે સામે એક કાળા કલરની ફોરચ્યુનર ગાડી આવી ઉભી રહેલ જેમા નંબર પ્લેટ ન હતી. જેમાંથી ફાળદંગ ગામ ખાતે રહેતો શીવરાજ કાઠી તથા રીકલો અને બીજા છએક અજાણ્યા લોકો કારમાંથી ઉતરી અને ગાડી પાસે ઉભા હોય ત્યા આવી કહેવા લાગેલ કે, શું છે તમારે? એટલે તેઓને કહેલ કે, બોલોને ભાઇ શુ હતુ? તેમ કહેતાની સાથે જ આ શીવરાજ કાઠી તથા રીકલો બંને કહેવા લાગેલ કે, તારે આ હર્ષદ સાથે રહેવુ નહી તેમ કહી ગાળો આપી તમામ આરોપી સાથે મળી ઢીકા પાટુનો માર મારવા લાગેલ હતાં.
જેથી મીત્ર હર્ષદ છોડાવવા સારૂ વચ્ચે પડતા આ બધા લોકો ભેગા મળી તેને પણ ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને બીજો મીત્ર સાગરને ભાગી જવાનુ કહેતા તે ભાગી ગયેલ હતો. બા શીવરાજ કાઠીએ તેની કાળા કલરની ફોર ચ્યુનર ગાડીમાંથી લાકડી કાઢી લાકડી વડે માર મારેલ અને બીજા લોકોએ પથ્થર વડે ગાડીમાં નુકશાન કરી ગાડીના કાચ તોડી નાખેલ તેમજ ગાડીમાં ઘોબા પાડી દીધેલ હતાં.