કીડવાઈનગરમાં બંધ મકાનની તીજોરી તોડી 30 લાખની ચોરી કરી નોકર ફરાર
=> પરિવાર આસામ ફરવા ગયા બાદ કર્યો હાથફેરો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં પોલીસના નબળા પેટ્રોલીંગનો તસ્કરો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે મોરબીના રવાપર રોડ પર રહેતા અને નિવૃત્ત જીવન પસાર કરતા પ્રવીણચંદ્ર હીરાલાલ અઢીયાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં વિરાજ તેજબહાદુર દઈમા નામના નેપાળી શખસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તે તેની પત્ની સાથે રાજકોટ કીડવાઇ નગરમાં રહેતો પુત્ર કૌશીકના ઘરે આવ્યા હતા અને તેનો પુત્ર પરિવાર સાથે ગુવાહાટી આસામ ફરવા જવાનો હોય તા.11ના રોજ રાજકોટથી અમદાવાદ એરપોર્ટ જવા માટે નીકળી ગયા હતા અને બીજા દિવસે તેની પત્ની સાથે તેમના ઘરે મોરબી જતા રહ્યા હતા. બાદમાં તેના પુત્ર સહિતનો પરિવાર ફરીને ઘરે આવી ગયા હતા અને મકાનનું તાળુ ખોલી અંદર જતા સમાન વેર વિખેર હોય શંકા જતા તેને કબાટ ખોલતા તીજોરી જોવામાં આવેલ ન હોય અને ઉપરના માળે અગાશીનો દરવાજો તુટેલો હતો ત્યાં તુટેલી તીજોરી પડી હતી અને તેમાં રાખેલા 30 લાખ તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં સોસાયટીના સીસીટીવી ચેક કરતા તેની કાર સાફ કરવા આવતો વિરાજ દઈમા અજાણ્યા શખસો સાથે કેદ થઈ ગયો હોવાનું જોવા મળતા ઇન્ચાર્જ પીઆઇ એચ પી ગઢવી સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
યુવકનું 3 હજાર ભરેલું પાકિટ ચોરી રીક્ષા ગેંગ ફરાર
મૂળ યુ.પી.ના અને હાલ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાં રહી નોકરી કરતા મોનુ મુગાલાલ શાહ ઉ.25એ રીક્ષા ગેંગ સામે આજી ડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી ગોંડલ રોડ પર ઉલટી ઉબકાનું બહાનું કરી નજર ચુકવી રિક્ષા ચાલક અને તેની સાથેના અજાણ્યા શખ્સે 3 હજારની રોકડ સાથેના પાકીટ ચોરી કરી કપડા બગડવાનું બહાનું કરી તેને નીચે ઉતારી ભાગી ગયા હતા પોતે ખિસ્સું ચેક કરતા પાકીટ ગાયબ હોય જેથી આ અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.