Loading Please Wait !!!
જૂનાગઢમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર SMCનો દરોડો

  • શું આ ક્લબની સ્થાનિક પોલીસને ખબર હતી?
  • 17 જુગારી ઝડપાયા: 3.47 લાખનો મુદ્દામાલ કબજે
  • સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

સિટી ન્યૂઝ@જૂનાગઢ

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડપા વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં ચાલતા વરલી મટકા અને આંક ફરકના એક મોટા ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ સફળ દરોડો પાડ્યો છે. આ રેઈડ દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ ૧૭ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે જુગારધામનો મુખ્ય માલિક અને પોરબંદરનો આંકડા કપાનાર શખ્સ સહિત ૩ આરોપીઓ ફરાર જાહેર કરાયા છે. પોલીસની આ કાર્યવાહીમાં જપ કરવામાં આવેલી તેમજ શખ્સો પાસે કુલ ૩,૪૭,૮૬૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ૧,૩૫,૬૬૫/- ની રકમ, ૧૪ નંગ મોબાઈલ ફોન, ૪ મોટરસાયકલ અને હિસાબ કરવા માટેના કેલ્ક્યુલેટર તથા અન્ય સાહિત્યનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ તંત્રને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી જૂનાગઢ પંથકના જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના ગુલાબસિંહ ઝુમાજી તરાસે વડાલ ગામે મોટા પાયે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભીયાદ રોડ પર આવેલા ભરવાડપા ઉપવાસ વિસ્તારમાં એક રહેણાંક મકાનની બાજુમાં આપેલી ખુલ્લી જગ્યામાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી જુગારના અડ્ડા પર લાસભાગ મચી ગઈ હતી. ઘટનાસ્થળેથી બહારના વિસ્તારમાંથી આવેલા માણસો પૈસાની હાર-જીતનો વરલી મટકા અને આંક ફરકનો સંગઠિત જુગાર રમતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા અને રમાડતા કુલ ૧૭ શખ્સોને આંકડા લખતા અને જુગારનો હિસાબ રાખતા ઝડપી લીધા હતા.

આ જુગારધામ ચલાવનાર મુખ્ય સંચાલક અને પોરબંદર તરફ જુગારના આંકડાનું કટિંગ લેનાર અન્ય એક શખ્સ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે તેમને ફરાર જાહેર કર્યા છે. આ ઉપરાંત તપાસ દરમિયાન મળી આવ્યું છે પણ શખ્સોના નામ વગેરે વિગતો ખુલશે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે દરોડા દરમિયાન બાજુમાં આવેલા એક છાપરામાંથી દેશી દારૂનો જથ્થા સાથે પણ એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સફળ દરોડા દરમિયાન પોલીસે જુગારના પત્તામાંથી તેમજ પકડાયેલા શખ્સોની અંગઝડતી કરતા કુલ રૂ. ૩,૪૭,૮૬૫/- નો અંદાજિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં જુગારના પત્તામાંથી અને અંગઝડતીમાંથી મળી આવેલી કુલ રોકડ રકમ રૂ. ૧,૩૫,૬૬૫/- કબજે કરાઈ છે.