જામનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેરની શુભેચ્છા મુલાકાત
સિટી ન્યૂઝ@જામનગર
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે જામનગર મહાનગરના વોર્ડ નં.૭ ના યુવા કોર્પોરેટર રાકેશભાઈ ડેર ની નિમણૂક કરવામાં આવેલ છે, નિધિ સ્કૂલ પરિવાર સાથે આત્મીયતા ધરાવતા હોય ત્યારે રાજકોટ શહેર નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, પ્રશાંત સિંઘવ, પૃથ્વીરાજ ચૌહાણ તેમજ વિજયસિંહ જાડેજા દ્વારા તેમની આ નવી નિમણૂક માટે શુભેચ્છા પાઠવેલ હતી, તેમજ શુભેચ્છા મુલાકાત કરી તેઓના મોં મીઠા કરાવેલ હતા, તેમજ તેમની આ નિમણૂકથી જામનગર શહેર વિકાસમાં તેમજ સ્વચ્છતામાં અગ્રેસર રહે તેવી શુભકામના પાઠવેલ હતી, આ નિમણૂકથી નિધિ સ્કૂલ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.