વિધર્મી સાથે પ્રેમલગ્નની નાં પાડતા હિંદુ યુવતીએ પેટમાં છરી ભોંકી
એક મહિનાના પ્રેમપ્રકરણમાં ઘાયલ ૨૪ વર્ષની યુવતી રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
સિટી ન્યૂઝ@ રાજકોટ
શહેરની માધાપર ચોકડી નજીક રહેતી ઍક ૨૪ વર્ષની યુવતિને તેના પરિવારજનોઍ મુસ્લિમ યુવાન સાથે લવમેરેજ કરવાની ના પાડતાં તેણીને માઠુ લાગી જતાં પોતાના જ પેટમાં છરી ભોંકી દઇ ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
નવી કોર્ટ નજીક રહેતી ૨૪ વર્ષની યુવતિઍ રાતે દોઢેક વાગ્યે પોતાના પેટમાં જાતે છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. યુવતિને ગંભીર ઇજા પહોંચી હોઇ રાતે જ તબિબો ઓપરેશન માટે લઇ ગયા હતાં.યુવતિના પિતા હયાત નથી. તે રિક્ષામાં આવતી જતી હોઇ જેથી તેની ઓળખ ભગવતીપરાના મુસ્લિમ યુવાન સાથે થઇ હતી. ઍક મહિનાથી આ ઓળખાણ પ્રેમમાં પલ્ટાઇ ગઇ હતી. યુવતિ હવે આ યુવાન સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ પરિવારજનો આ લગ્ન માટે મંજુરી આપતાં ન હોઇ જેથી માઠુ લાગી જતાં પગલું ભર્યુ.