વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં કારમાં પ્રચંડ બ્લાસ્ટ સર્જાયો!
- સીએનજી બોટલ ફાટવાથી હોન્ડા સિટી કારના ફૂર્ચેફૂર્ચા!
- પતરાના ટુકડા બાસી મીટર દૂર સુધી ફંગોળાયા!
- વિસ્ફોટની ઝપેટમાં આવતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત!
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રામવાડી ખાતે મોડી રાત્રે પાર્ક કરેલી એક હોન્ડા સિટી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બાદ પ્રચંડ બ્લાસ્ટ થતા કારના ફૂર્ચેફૂર્ચા ઉડી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ કારમાં રહેલી સીએનજી (CNG) બોટલ ફાટતા એક ભયાનક વિસ્ફોટ થયો હતો.
આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે કારના પતરા અને લોખંડના ટુકડા ૨૦0 મીટર દૂર સુધી ઉડીને ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા, જેના કારણે આસપાસ ઊભેલા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનામાં દિપીકાબેન મકવાણા, ઉષાબેન મકવાણા, નગીનભાઇ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમાર ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક મહિલાના હાથ કે પગમાં પતરાનો તીક્ષ્ણ ટુકડો ઘૂસી જવાથી ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.
સીએનજી વાહનો અને પાર્કિંગ દરમિયાન રાખવાની સાવચેતીઓ
આધુનિક સમયમાં સીએનજી (CNG) વાહનો ઇંધણની દ્રષ્ટિએ કિફાયતી સાબિત થતા હોય છે, પરંતુ વાહનની જાળવણી અને સલામતી બાબતે જરાય બેદરકારી ઘાતક સાબિત થઈ શકે છે. જ્યારે પણ ગાડીમાં શોર્ટ સર્કિટ કે આગ લાગવાની પ્રાથમિક સંભાવના જણાય, ત્યારે તાત્કાલિક સુરક્ષિત અંતર જાળવવું અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, જેથી આવા ભયાનક અકસ્માતો અને જાનમાલના નુકસાનથી બચી શકાય.