Loading Please Wait !!!
ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો!

  • ઇનોવા કાર ગંગા નદીમાં ખાબકતા ચારના મોત!
  • ગુજરાતના સાબરમતી વિસ્તારના યાત્રાળુઓ દુર્ઘટનાનો ભોગ બન્યા!
  • STRFઅને NDRF દ્વારા યુદ્ધના ધોરણે બચાવ!

સિટી ન્યુઝ @ ઉત્તરકાશી 

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જ્યાં ગુરુવારે સવારે ગંગનાની નજીક એક ઇનોવા કાર અચાનક અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં વહેતી ગંગા નદીમાં ખાબકી હતી.

આ દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ યાત્રાળુઓ ગુજરાતના અમદાવાદના સાબરમતી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેઓ ઇનોવા કારમાં સવાર થઈને ઉત્તરકાશીથી ગંગોત્રી ધામના દર્શનાર્થે જઈ રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે લોકો નદીના તેજ વહેણમાં લાપતા છે.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લઈને સ્થાનિક પોલીસ, એસડીઆરએફ (SDRF) અને એનડીઆરએફ (NDRF) ની ટીમોને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન માટે કામે લગાડવામાં આવી છે.

નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ગુમ થયેલા મુસાફરોની શોધખોળ માટે ડાઇવર્સ અને જળ પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પર્વતીય વિસ્તારોમાં મુસાફરી અને માર્ગ સલામતીનું મહત્વ

ઉત્તરાખંડ જેવા પર્વતીય અને રસ્તાઓથી ઘેરાયેલા પ્રદેશોમાં ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ વળાંકવાળા અને સાંકડા રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે જરાસ્ર સરખી અસાવધાની પણ ગંભીર આપત્તિનું કારણ બની જતી હોય છે. તંત્ર અને વહીવટી માળખા દ્વારા અપાતી ચેતવણીઓનું પાલન કરવું તેમજ વાહન ચલાવતી વખતે પૂરતી સાવચેતી રાખવી એ દરેક પ્રવાસીના પ્રાણ રક્ષણ માટે અત્યંત અનિવાર્ય છે.