Loading Please Wait !!!
હેમુ ગઢવી હોલમાં R.N. મ્યુઝિકલ ગ્રુપનો ધમાકેદાર નિ:શુલ્ક કાર્યક્રમ

=> 23 મેના રોજ રાત્રે 8.30 કલાકે સંગીતપ્રેમીઓ માટે અનુભવી ગાયકો દ્વારા કરાઓકે ટ્રેક પર જૂના–નવા ગીતોની રમઝટ બોલાવાશે, પ્રવેશ તદ્દન મફત


સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના સંગીતપ્રેમીઓ માટે શનિવારની રાત અત્યંત સુરીલી અને રોમાંચક બનવા જઈ રહી છે. R.N. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આગામી ૨૩ મે ૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૮.૩૦ થી ૧.૦૦ વાગ્યા સુધી હેમુ ગઢવી મીની હોલ ખાતે એક ધમાકેદાર કરાઓકે સંગીતમય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગીતના રસિકો માટે આ કાર્યક્રમ તદ્દન નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, જ્યાં અનુભવી કલાકારો પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.

આ ભવ્ય આયોજનના મુખ્ય આયોજક રીના પરમાર અને સહ-આયોજક રીટા જીવરાજની છે. કાર્યક્રમનું સંચાલન એન્કર ચેતન પંડ્યા કરશે. આ સંગીત સંધ્યામાં મહેશ આડેસરા, અનિલ માવદીયા, રાકેશ રૈથરેલા, ઈતુ સવાણી, યોગ પંડ્યા, જયેશ જોશી, પ્રકાશ નથવાણી, અમરીશ જોશી, નીતિન ટાંક, પરેશ ખખ્ખર, નરેન્દ્ર ઝાલા, કિશોર જાડેજા, ફાલ્ગુન મશરૂ, રાજેન્દ્ર શુક્લા, મયૂર કારિયા, જગદીશ કારિયા અને ભાવેશ મૃગ જેવા પ્રતિભાશાળી ગાયકો પોતાના કંઠનો જાદુ પાથરશે. આ ઉપરાંત મહિલા ગાયિકાઓમાં કાશ્મીરા રાઠોડ, જ્યોતિ ગોસ્વામી, સાહિસ્તા લાકડાવાલા, સોનલ બોસગિયા, નયના રાઠોડ અને વૈશાલી ઠક્કર સૂર રેલાવશે.

કાર્યક્રમમાં રંગીલા સાઉન્ડના શૈલેશ ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે, જ્યારે લેપટોપ ઓપરેટર અને કોન્સેપ્ટ ક્રિએટર તરીકે ભદ્રેશ પરમાર જવાબદારી સંભાળશે. આ સંગીત સંધ્યાને ઐતિહાસિક અને સફળ બનાવવા માટે જીતેશ જીવરાજની, કિરણ કારીયા, મયુર પરમાર અને એક્ટીવીટી મ્યુઝીકલ ગ્રુપના આયોજક ચંદ્રેશ ફિચડીયા છેલ્લા ૧ મહિનાથી આયોજકો સાથે ખભેખભો મિલાવીને ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ અગાઉ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવા માટે આયોજક રીનાબેન, રીટાબેન, સોનલબેન, મયુરભાઈ, ભાવેશભાઈ, જગદીશભાઈ, જીતેશભાઈ અને નરેન્દ્રભાઈએ સિટી ન્યૂઝ કાર્યાલયની ખાસ મુલાકાત લીધી હતી અને તમામ રાજકોટવાસીઓને આ સુરીલા કાર્યક્રમને માણવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.