Loading Please Wait !!!
ગુજરાત ટીમની બસમાં શોર્ટ સર્કિટ; શુભમન ગિલ માંડ-માંડ બચ્ચો

=> શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધૂમાડા નીકળ્યા: ખેલાડીઓ રસ્તા ઉપર બેઠા

=> સિરાજે ઇન્સ્ટાગ્રામ પર ફોટો અપલોડ કર્યા

સિટી ન્યૂઝ@અમદાવાદ

IPL-૨૦૨૬ની ફાઇનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઇનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સ લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું.

અમદાવાદના ભાટ ગામ નજીક આવેલા એપોલો સર્કલ રિંગ રોડ પર ટીમની બસમાંથી ધૂમાડો નીકળતો હતો. પોલીસ અને બસના ડ્રાઇવરને જાણ થતા તાત્કાલિક તમામ પ્લેયર્સ અને સ્ટાફને બસમાંથી ઉતાર્યા હતા। શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું.