‘ડ્રાય સ્ટેટ’ ગુજરાતમાં ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ પીવાથી 5નાં મોત : 20 દાખલ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : 5 ગામના 20 લોકોને અસર SMCને તપાસ સોંપાઈ
ગુજરાતમાં જીવલેણ દારૂ ઘૂસ્યો હોવાની શંકા
સિટી ન્યૂઝ@રાજકોટ
ભાવનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી પના મોત થયા છે, જ્યારે ૫ ગામના ૨૦ લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઈકાલે(૧૮ ઓગસ્ટ) મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કરી ઘટનાની તપાસ SMCને સોંપી અને તાત્કાલિક SP મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ૨૮ પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં ૧૫ પેટી જસ કરાઈ અને બાકીની ૧૩ પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.
પોલીસે અલગ અલગ ૧૫ ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના ૧૩ વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવવારા પરાર્થીઓ હોવાનું જાણવા મળતા પોલીસે તેને કિટાઈન કરવા અંગે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કુલ ૫ મોતમાંથી ૨ શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે.
ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા તેઓએ તેના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી અપાવતા ચારેય મિત્રો પૈકી જયદિપસિંહ સિવાયના ત્રણ વ્યક્તિએ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું જે પૈકી ઉપેન્દ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અને વિશ્વરાજસિંહ ગોહિલને ગંભીર હાલતમાં અર્મ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઇથેનોલ વધુ પ્રમાણમાં ભળી જવાથી આવી અસર થઈ હોવાનું ખુલવા પામ્યું હતું. હાલમાં ૨૦ લોકો સારવાર હેઠળ છે. જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ૧૨, આરોગ્યમ હોસ્પિટલમાં ૫, બિગ્સમાં ૧ અને વેદ ICUમાં ૨ દર્દી છે.
પોલીસ ભરતીમાં સિલેક્ટ થતા મિત્રોને દારૂ પાર્ટી આપી હતી
500 ગામના સરપંચો સાથે પોલીસની મિટિંગ, રોયલ સ્ટેગ વિદેશી દારૂનું સેવન ન કરે તે માટે અપિલ કરી
‘રોયલ સ્ટેગ’ દારૂ પીતા નહીં!
ભાવનગરના જ બુટલેગરે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તાર ધોલેરાના બુટલેગરને બે પેટી દારૂ આપ્યો હતો. ગ્રામ પોલીસે તાત્કાલિક બંને દારૂની પેટીઓ રિફવર કરી છે. પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અમદાવાદ ગામના તમામ ૫૦૦ ગામના સરપંચોની સાથે મિટિંગ કરી હતી. કોઈપણ રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું સેવન ના કરે તે માટે અપિલ કરી હતી. મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ૨૦૦થી વધુ દારૂના કેસ કર્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નકલી દારૂ મામલે ભાવનગર પેરેલલોની એક ટીમને મધ્યપ્રદેશ સ્થાના કરવામાં આવી છે. મધ્યપ્રદેશથી પરપ્રાતીઓ વસ્ત્રોમાં ગૌતમના ધરે દારૂ બનાવવા આવ્યા હોવાની વિગતો ખુલી છે.