Loading Please Wait !!!
ગ્રામ વિકાસના વિવિધ કાર્યોની સમીક્ષા; સરપંચ જયેશ કાકડિયા સહિતની ટીમને અભિનંદન

  • શાપરમાં જિલ્લા પંચાયતની ટીમે લેકવ્યુ અને ગ્રામ પંચાયત ભવનનું નિરીક્ષણ કર્યું

સિટી ન્યૂઝ@કમલેશ વસાણી–શાપર વેરાવળ

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ સામતભાઈબાંબવા અને ચેરમેન નરસિંહભાઈ સોજીત્રા સહિતની ઉચ્ચસ્તરીય ટીમે શાપર ગામની સત્તાવાર મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ટીમે ગામમાં આફાર લઈ રહેલા આકર્ષક લેકવ્યુ પ્રોજેક્ટનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.ત્યારબાદ જિલ્લા પંચાયતની ટીમે શાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે નવનિર્મિત આધુનિક ગ્રામ પંચાયત

ભવનની મુલાકાત લઈ ગામમાં ચાલી રહેલા વિવિધ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે સરપંચ જયેશભાઈ કાકડિયાએ જિલ્લા પંચાયતના હોદ્દેદારોને છેલ્લા ૫ વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા ગામના વિકાસ માટે હાથ ધ્રાયેલા વિવિધ પ્રોજેક્ટોની માહિતી આપી હતી. શાપર ગ્રામ પંચાયતે રાજ્ય કક્ષાએ વિવિધ સિદ્ધિઓ હાંસલ કરીને સ્માર્ટ વિલેજ તરીકે આગવી ઓળખ ઊભી કરી હોવાનું પણ જણાવાયું હતું.

ગ્રામ પંચાયતની કામગીરીથી પ્રભાવિત થઈ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન દ્વારા સરપંચ જયેશભાઈ કાકડિયા તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ ટીલાળા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ગઢીયા, પૂર્વ સરપંચ બાબુભાઈ ગઢીયા, ઉપસરપંચ દીક્ષિતભાઈ ટીલાળા તથા ગ્રામ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.