Loading Please Wait !!!
ગોલ્ડ કિંગ રાજેશ મહેતાના સાઢુ રાજકોટના બિલ્ડર્સ

  • Rajesh Exports મામલે SEBIની તપાસ ચાલુ છે
  • 15 લાખ કરોડ ગેરરીતિના આક્ષેપ, રાજકોટ કનેક્શન ચર્ચામાં

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

દેશની અગ્રણી ગોલ્ડ અને જ્વેલરી કંપની Rajesh Exports સામે હવે મોટું નાણાકીય તોફાન ઊભું થયું છે. માર્કેટ નિયામક SEBIએ કંપની અને તેના પ્રમોટર રાજેશ મહેતા સામે આશરે ૧૫.૧૫ લાખ કરોડની નાણાકીય ગેરરીતિ અને એકાઉન્ટિંગ હેરાફેરના ગંભીર આક્ષેપો મૂકતાં બજારમાં ખળભળાટ મચી ગયો છે. SEBI દ્વારા કંપની પર માર્કેટ ટ્રેડિંગ સંબંધિત પ્રતિબંધો લાદવામાં આવ્યા છે અને સમગ્ર મામલાની સચ્ચાઈ બહાર લાવવા માટે ફોરેન્સિક ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. સૂત્રો મુજબ, રાજેશ મહેતાની શરૂઆત રાજકોટથી થઈ હતી અને આજે પણ તેમનું શહેર સાથે સીધું જોડાણ હોવાનું માનવામાં આવે છે.સ્થાનિક સૂત્રોના દાવા પ્રમાણે રાજેશ મહેતાના સાઢુ રાજકોટના અગ્રણી બિલ્ડર્સમાં ગણાય છે. વણિક બિલ્ડર્સ નામે ટોપ લેવલ પ્રોજેક્ટ્સમાં કરી રહ્યા છે. અગાઉ પણ આ વર્તુળમાં ED તપાસની અફવાઓ સામે આવી હતી હાલ, આ તમામ મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પરંતુ ચર્ચાઓએ રાજકીય અને બિઝનેસ વર્તુળોમાં ગરમાવો લાવ્યો છે.SEBIની કાર્યવાહીથી બજારમાં હલચલ જોવા મળી છે. માર્કેટ ટ્રેડિંગ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. કંપનીના ફાઇનાન્શિયલ રેકોર્ડ્સની તપાસ કરાતા રોકાણકારોમાં ભય અને અનિશ્ચિતતા દેખાય રહી છે. નિષ્ણાતો માને છે કે જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ કેસ ભારતના સૌથી મોટા કોર્પોરેટ ગોટાળામાં ગણાશે.

  • મીડિયામાં ચાલી રહેલી વાત સંપૂર્ણ ખોટી
  • રાજેશ મહેતાએ કહ્યું 15 લાખ કરોડનું કૌભાંડ થયું નથી !
  • LICએ 5 વર્ષથી અમારા શેર ખરીદ્યા નથી

સેબીના વચગાળાના આદેશ પછી રાજેશ એક્સપોર્ટ્સના પ્રમોટર અને ચેરમેનનું કહેવું છે કે મીડિયામાં ચાલી રહેલી ૧૫.૧૫ લાખ કરોડ રૂપિયાના કૌભાંડની વાતો સંપૂર્ણપણે ખોટી છે. આ ફક્ત આંકડાઓને ખોટી રીતે વાંચવાના કારણે ઊભું થયેલું કન્ફ્યુઝન છે. એક શેરધારકની ફરિયાદ પર સેબીએ આ તપાસ શરૂ કરી હતી. તેમાં કંપનીના નાણાકીય રેકોર્ડમાં ગડબડીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સેબીએ પોતાના ૧૦૯ પાનાના આદેશમાં કહ્યું કે કંપનીએ પોતાની કુલ આવકનો ૯૯% હિસ્સો ખોટી રીતે દર્શાવ્યો છે.

રાજેશ એક્સપોર્ટ્સની સ્વિત્ઝર્લેન્ડ સ્થિત એક સ્ટેપ-ડાઉન સબસિડિયરી કંપની વાલકામ્બીની છે. વાલકામ્બી વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત ગોલ્ડ રિફાઇનરી છે. આ કંપની વિશ્વભરની સેન્ટ્રલ બેંકો અને મોટા બુલિયન ડીલરોને સોનું વેચે છે. કંપનીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ સુધીના ૫ વર્ષના વેચાણના બિલકુલ સાચા આંકડા SEBI ને સુપરત કર્યા છે.

અમારી કંપની સંપૂર્ણપણે ડેટ-ફ્રી કંપની છે. અમારે દુનિયાની કોઈપણ બેંક, સંસ્થા કે એન્ટિટીને એક પણ રૂપિયો આપવાનો નથી. તેનાથી વિપરીત, અમારે દુનિયાભરના ઘણા લોકો પાસેથી પૈસા લેવાના છે. જ્યારે અમે ક્યાંયથી કોઈ લોન લીધી જ નથી અને આખો બિઝનેસ અમારા દમ પર ચલાવી રહ્યા છીએ, તો અમારે નંબર્સ સાથે ચેડાં કરવાની કોઈ જરૂર જ નથી. અમારા બધા ફાઈનાન્સિયલ એકાઉન્ટ્સ બિલકુલ ક્લીન છે.

LIC અમારી કંપનીમાં છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષથી ધીમે ધીમે શેર જમા કરી રહી છે. તેઓ દર વર્ષે ઓપન માર્કેટમાંથી થોડો-ઘણો હિસ્સો ખરીદતા રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા ૪-૫ વર્ષથી LICએ અમારી કંપનીનો એક પણ નવો શેર ખરીદ્યો નથી. આ રોકાણ ખૂબ લાંબુ અને જૂનું છે. આમાં કોઈ પણ સામાન્ય રોકાણકારને કોઈ નુકસાન થયું નથી.