‘ગિફ્ટ સિટી’ બની વિશ્વના પૈસાની નવી ‘લેન્ડિંગ સાઇટ’
- ગ્લોબલ ધમાકો; 1.81 લાખ કરોડનું રોકાણ
- 70 થી વધુ દેશોની નજર ગુજરાત પર ગિફ્ટ સિટીમાં 3.17 લાખ કરોડના કમિટમેન્ટથી નવી ઉડાન
- સિંગાપોરને ટક્કર આપવા ભારત તૈયાર
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગિફ્ટ સિટી હવે માત્ર નાણાકીય સેવાઓ માટેનું સેન્ટર નહીં, પરંતુ વૈશ્વિક રોકાણકારોના નાણાંનું સંચાલન, ફંડ મેનેજમેન્ટ અને રોકાણ કરતું મહત્વપૂર્ણ ગ્લોબલ બિઝનેસ હબ બની રહ્યું છે. ખાસ કરીને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષમાં GIFT IFSCમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી. માર્ચ ૨૦૨૩માં અહીં માત્ર ૬૫ ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ હતી, જે માર્ચ ૨૦૨૬ સુધીમાં વધીને ૨૧૭ થઈ છે. ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ ૫૦થી વધીને ૩૫૦ થઈ ગઈ.
IFSCના ડાયરેક્ટર દીપેશ શાહના મતે, હાલમાં GIFT IFSCમાં ફંડ્સ દ્વારા લગભગ $૩૯ બિલિયન એટલે કે અંદાજે રૂ. ૩,૧૭૩ લાખ કરોડનું રોકાણ કમિટ થયું છે.તેમાંથી આશરે $૧૯.૬૬ બિલિયન એટલે કે અંદાજે રૂ. ૧.૮૮ લાખ કરોડનું રોકાણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. આ રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ ઉપરાંત ભારતની બહારના બજારોમાં પણ થઈ રહ્યું છે.
પહેલાં સમજીએ કે ફંડ મેનેજમેન્ટ એટલે શું? દુનિયાભરના રોકાણકારો પોતાનું મોટું ભંડોળ કોઈ ફંડમાં રોકે છે. આ ભંડોળ ક્યાં અને કેવી રીતે રોકવું તેની જવાબદારી ફંડ મેનેજેરની હોય છે. GIFT IFSCમાં આ માટે ખાસ ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ફંડમાં રોકાણકારો પૈસા મૂકે છે અને ફંડ મેનેજમેન્ટ એન્ટિટી એટલે કે FME આ પૈસાનું સંચાલન કરે છે. ત્યારબાદ આ નાણાં ભારતની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, લિસ્ટેડ-અનલિસ્ટેડ કંપનીઓ કે ભારતની બહારના બજારોમાં રોકાણ કરી શકાય છે. એટલે GIFT Cityમાં માત્ર ફંડનું રજીસ્ટ્રેશન થતું નથી, પરંતુ વિદેશી રોકાણકારોના પૈસા એકત્ર કરવાથી લઈને તેનું મેનેજમેન્ટ અને રોકાણ કરવા સુધીનું કામ અહીંથી થઈ શકે છે.
આ જ સમયગાળામાં ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ ૫૦થી વધીને ૩૫૦ થઈ છે. એટલે કે, ત્રણ વર્ષમાં ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝની સંખ્યા ત્રણ ગણાથી વધુ થઈ છે, જ્યારે ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા સાત ગણાથી વધુ વધી છે.
આ પૈકી વાસ્તવિક રોકાણ પણ ઝડપથી વધ્યું છે. માર્ચ ૨૦૨૩માં માત્ર $૧.૧૩ બિલિયનનું cumulative investment હતું, જે માર્ચ ૨૦૨૬માં વધીને $૧૯.૬૬ બિલિયન થયું છે. દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, આ રકમમાંથી રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં પણ થાય છે અને ભારતની બહારના બજારોમાં પણ થાય છે.
૭૦થી વધુ દેશોના ૬,૫૯૪ રોકાણકારો જોડાયા GIFT IFSCના ફેસમાં હવે માત્ર ભારતના રોકાણકારો જ નહીં, પરંતુ દુનિયાના વિવિધ દેશોના રોકાણકારો પણે જોડાઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૬ સુધીમાં ૭૦થી વધુ જુરિસ્ડિક્શનમાંથી ૬,૫૯૪ રોકાણકારો IFSCના ફંડ્સ સાથે જોડાયેલા હતા. આ આંકડો દર્શાવે છે કે GIFT Cityમાં ફંડ મેનેજમેન્ટની પ્રવૃત્તિ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહી છે. અહીં ટેક્નોલોજી કંપનીઓ અને Global Capability Centres (GCCs) માટે પણ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે.