Loading Please Wait !!!
રાજકોટમાં ‘શુદ્ધ’ ઘી રિપોર્ટમાં ફેલ !

! કેવડાવાડી ગરબી ચોકમાં ક્રિષ્ના ઘી ભંડારના નમૂના નાપાસ

રિપોર્ટમાં આવ્યું 'શુદ્ધ' ઘીના નામે વનસ્પતિ તેલની હાજરી મળી ! શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળનો ખુલાસો

લેબ રિપોર્ટ શું કહે છે?

  • નમૂનો નાપાસ

  • ગુણવતા ધોરણથી નીચે

  • વનસ્પતિ તેલની હાજરી


 

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્યસુરક્ષા મુદ્દે મોટું એક્શન લેતાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. "ક્રિષ્ના ઘી ભંડાર"માંથી લેવામાં આવેલ "શુદ્ધ ઘી (લૂઝ)"ના નમૂનામાં તપાસ બાદ વનસ્પતિ તેલની હાજરી સામે આવતા નમૂનો "સબસ્ટાન્ડર્ડ (ફેઈલ)" જાહેર કરવામાં આવ્યો છે. પૃથ્થકરણ રિપોર્ટ મુજબ BR રીડિંગ, રિચર્ટ વેલ્યૂ અને આયોડિન વેલ્યૂ ધોરણ મુજબ ન હોવાથી આ મામલે હવે એડજ્યુડિકેશન કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ સિવાય ફૂડ વિભાગે FSW વાન સાથે નંદનવનથી વાગડ ચોકડી વિસ્તાર સુધી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કુલ ૧૯ ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી. તેમાં ૯ વેપારીઓને લાઈસન્સ બાબતે તાકીદની સૂચના આપવામાં આવી હતી, જ્યારે ૧૦ ખાદ્યચીજોના નમૂનાઓ સ્થળ પર જ ચકાસવામાં આવ્યા. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વધુ ૩ નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે, જેમાં આઈસ્ક્રીમ સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ નમૂનાઓની લેબમાં વિગતવાર તપાસ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા પર ગંભીર જોખમ ઊભું થયું છે. "શુદ્ધ" નામે વેચાતા ઉત્પાદનોમાં જ જો મિલાવટ બહાર આવે, તો સામાન્ય જનતા શું ખાય છે તે મોટો સવાલ બની ગયો છે. હવે જો તંત્ર સતત કડક કાર્યવાહી નહીં કરે, તો આવી મિલાવટખોરી લોકોના આરોગ્ય માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે.

9 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સુચના અપાઈ

ફ્રૂટો'ઝ આઇસ્ક્રીમ -લાઇસન્સ બાબતે સૂચના, ઢોસા વાલા -લાઇસન્સ બાબતે સૂચના, ગુરુકૃપા આઇસ્ક્રીમ & સોડા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જલારામ સુરતી લોચો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, શ્રી હરી પરાઠા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, જય મેલડીમાં રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, ખોડલ રસ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, સીતારામ સુરતી ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના, અનુ ભાજી & પુલાવ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા યશ ફાર્મસી, પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર, ધારેશ્વર ડેરી ફાર્મ, મારુતિ ફૂડ્સ, મવડી ઢોસા હાઉસ, પટેલ રેસ્ટોરન્ટ, પટેલ સુરતી ઢોસા, ZAF'S TEA, ગણેશ આલુપુરી, પાણિપુરી. કોમની ચકાસણી કરેલ.