ધંધામાં સારૂ થઈ જશે કહી ઘરે પાઠ માંડી કારખાનેદારની પત્ની સાથે કર્યું દુષ્કર્મ
=> પાઠમાં પુરુષ ન બેસી શકે કહી પતિને બહાર મોકલી પત્નીને બેભાન કરી હવસ સંતોષી
=> બે ઘર બદલાવ્યાં છતાં પીછો ન છોડ્યો : આજી ડેમ પોલીસમાં કહેવાતા ભુવા સામે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં રહેતા કારખાનેદાર અને તેની પત્નીને ધંધામાં સારૂ થઈ જશે, મેલું કાઢવું પડશે તેમ કહી કારખાનામાં કામ કરતાં અને ભુવા તરીકે ઓળખ આપનાર તુષાર રણછોડભાઈ સિંધવ નામના શખ્સે કારખાનેદારની પત્ની પર અવાર-નવાર દુષ્કર્મ આચર્યાની અને મોટી રકમ પણ પડાવી લીધાની આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
રાજકોટમાં રહેતાં કારખાનેદારને ત્યાં આરોપી તુષાર કામે આવતો હતો આરોપીએ પોતે ભુવો હોવાનું કહી અંધશ્રદ્ધામાં ફસાવ્યા હતા અને તેના કારખાને ધંધામાં સારું થઇ જશે તેમ કહી પાઠ માંડતો હતો બાદ ફરિયાદીના ઘરે પાઠ માંડ્યો હતો આ પાઠમાં પુરૂષ ન બેસી શકે કહી કારખાનેદારની 40 વર્ષીય પત્નીને પાઠમાં બેસાડી હતી અને કારખાનેદારને બહાર મોકલી દીધો હતો આ સમયે આરોપીએ બેભાન થઈ જાય તેવી કોઈ વસ્તુ ખવડાવી અને બેભાન કરી દૂષ્કર્મ આચર્યું હતું.
મહિલા ભાનમાં આવતાં પતિને આ અંગે વાત કરી હતી. આથી આરોપીને કહેતાં તેણે છરી બતાવીને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપતાં તે ડરી ગયા હતા આથી આરોપીને આ અંગે કહેતા તેણે છરી બતાવી પુત્રને મારી નાખવાની ધમકી આપતા તે ડરી ગયા હતા થોડા દિવસો પછી ફરી તેના ઘરે ધસી જઈ દુષ્કર્મ આચર્યું હતું પત્નીએ ફરી પતિને વાત કરતા તેમણે મકાન ફેરવી નાખ્યું હતું પરંતુ આરોપીએ ત્યાં પણ પહોંચીને ધમકાવી શરીર સંબંધ બાંધ્યો હતો ભોગ બનનારે બીજી વખત મકાન ફેરવી નાખ્યું છતાં આરોપીએ ત્યાં પણ પહોંચીને હવસનો શિકાર બનાવી હતી એટલું જ નહીં મોટી રકમ પણ પડાવી લીધી હતી અંતે કંટાળીને અરજી કરતા આજી પોલીસ મથકના પીએસઆઈ વરુએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.