Loading Please Wait !!!
‘ડિજિટલ ગુજરાત’ ના દાવા ફેલ !

=> ઓનલાઇન અરજી પણ ફિઝિકલ હાજરી ફરજિયાત, તંત્રની ડબલ પોલિસી

=> ઓનલાઇન અરજી પણ ફિઝિકલ હાજરી ફરજિયાત, તંત્રની ડબલ પોલિસી

=> ડિજિટલના દાવા નહીં, હકીકતમાં સરળ અને સુવિધાજનક સેવા આપો તંત્ર !

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આવકનો દાખલો, સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, રેશનિંગ સંબંધિત દાખલા સહિત લગભગ ૨૦ પ્રકારની સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. સરકારના દાવા મુજબ, અરજદારો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકે અને માત્ર ૩-૪ દિવસમાં પોતાનો દાખલો ઓનલાઇન ડાઉનલોડ કરી શકે છે. પરંતુ હકીકતમાં સ્થિતિ થોડું જુદી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ મામલતદાર કચેરીઓમાં અધિકારીઓ અને સ્ટાફ દ્વારા અરજદારોને રૂબરૂ હાજર રહેવા માટે બોલાવવામાં આવે છે. એટલું જ નહીં, ઓનલાઇન કરેલી અરજીઓ માટે પણ દસ્તાવેજો ફિઝિકલ સ્વરૂપે રજૂ કરવા કહેવામાં આવે છે, જે ડિજિટલ પ્રક્રિયાના મૂળ હેતુને ખોટો પાડે છે. વાલીઓ અને સામાન્ય નાગરિકો ખાસ કરીને આ બાબતે ભારે પરેશાન થઈ રહ્યા છે. દરેક દાખલા માટે કચેરીના ચક્કર લગાવવા પડે છે, સમય અને ખર્ચ બંને વધે છે. બીજી તરફ, સરકાર દ્વારા રેડિયો અને અન્ય માધ્યમો પર વ્યાપક જાહેરાતો કરવામાં આવે છે કે હવે “કચેરીએ જવાની જરૂર નથી, બધું ઓનલાઇન શક્ય છે”, પરંતુ જમીન સ્તરે હકીકત તેના વિપરીત જોવા મળે છે. આ સ્થિતિને કારણે નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે. ડિજિટલ સેવાઓ હોવા છતાં જો ઓફલાઇન પ્રક્રિયા જ ચાલુ રહે, તો આ પહેલનો લાભ સામાન્ય જનતાને મળતો નથી. આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી, કચેરી સ્તરે પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની જરૂર છે, જેથી “ડિજિટલ ગુજરાત” નો હેતુ સાચે જ સાકાર થઈ શકે.

=> ‘ડિજિટલ ગુજરાત’ ના દાવા ફેલ !
=> સુગમ પોર્ટલ છતાં કચેરીના ચક્કર યથાવત

=> જાહેરાતોમાં ડિજિટલ, હકીકતમાં દફતરશાહી : અરજદારી પરેશાન

ઓનલાઇન સેવા કે મજાક ?
=> મામલતદાર કચેરી સહિત તમામ સરકારી કચેરીમાં લોકોની હેરાનગતિ ચાલુ

લોકોને થઈ રહી છે મુશ્કેલી
=> ઓનલાઇન અરજી કર્યા બાદ પણ કચેરીમાં ફરજિયાત હાજરી

=> સમય અને નાણાંનો બગાડ

=> તે જ દસ્તાવેજોની વારંવાર માંગણી

=> સિસ્ટમમાં પારદર્શિતાનો અભાવ, લોકોમાં રોષ