મકાન ખાલી કરી જતા રહેજો નહિતર દંપતિના ટાંટિયા ભાંગી નાખીશું કહી ધમકી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ મચ્છોનગરમાં રહેતા દેવુબેન ભૂપતભાઈ મેવાડા ઉ.૪૨એ પાડોશી રેખાબેન બવ અને તેના પતિ જીગ્નેશભાઈ બવ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે હું મારા ઘરની અગાશી સાફ કરતી હતી ત્યારે રેખાબેના ઘરે તેનો દીકરો પણ તેના ઘરની અગાશી પરના પતરા સાફ કરતો હોય અને તેની અગાશી સાફ કરતી વખતે પતરા પરથી પાણી નીચે પડતા આ રેખાબેન મારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી મે ગાળો આપવાની ના પાડતા રેખાબેને તેના પતિને બોલાવી લીધેલ અને થોડીક વારમાં જીગ્નેશભાઈ આવી જતા આ બન્ને મને કહેવા લાગેલ કે આ તમારુ રોજનું થયુ અહીંથી મકાન ખાલી કરી વહેલી તકે બીજે રહેવા જતા રહેજો બાકી તમને અને તમારા પતિ બન્નેના ટાંટિયા ભાંગતા વાર નહીં લાગે અને જો ફરી અહીં દેખાણા તો જાનથી મારી નાખશુ તમારે જ્યાં જાવુ હોય ત્યાં જઈ આવજો અમે કોઈના થી બીતા નથી. જો તમારે જીવવુ હોય તો ફરી દેખાતા નહીં આમ કહી આ બન્ને ભુંડી ગાળો આપવા લાગ્યા હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.