Loading Please Wait !!!
દાદીએ મોબાઈલ જોવાની ના પાડી દેતા ધો.9ની વિદ્યાર્થિનીનો આપઘાત

=> લાપાસરીમાં સગીરાએ ભરેલું અંતિમ પગલું; પરિવારજનોમાં માતમ


સિટી ન્યૂઝ@રાજકોટ

૨૧મી સદીમાં મોબાઈલની બાળકોને લાગેલી લત જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે રાજકોટના લાપાસરીમાં રહેતી અને ધોરણ ૯માં અભ્યાસ કરતી મુસ્કાન રજાકભાઈ રાજા ઉ.૧૪એ ગઈકાલે ઘરે ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતા તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અહીં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મુસ્કાન બે ભાઈની એકની એક બહેન હતી. તેના પિતા રજાકભાઈ રિક્ષા ચલાવે છે અને માતા રેશ્માબેન પારકા ઘરના કામ કરીને ઘરનું ગુજરાત ચલાવે છે મુસ્કાન ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી.

મુસ્કાન રાતે મોડે સુધી મોબાઈલ ફોન જોતી હતી. જેથી સવારે મોડી ઉઠતી હતી આ બાબતને લઈને તેના દાદીએ મુસ્કાનને ઠપકો આપ્યો હતો જેનું લાગી આવતા આ પગલું ભરી લીધું હતું બે ભાઈની એકની એક બહેન એવી સગીરાના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.