ક્રિકેટનો બોલ જતા તરુણને ફડાકા ઝીકી, દારૂની બોટલોના ઘા કર્યા
=> દેવરાજ જ્યાં મળશે ત્યાં જાનથી મારી નાખીશ કહી ધમકી
=> મયુરનગરમાં થયેલા હુમલાલા કાકી-ભત્રીજાને ઇજા : 6 સામે ફરિયાદ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના મયુરનગરમાં રહેતા અને ડ્રાયવિંગ કરતા મેરૂભાઈ રતાભાઈ ઘાંઘળ ઉ.33એ આદિ, અજય મોહનભાઇ સરવૈયા, સંજય મોહનભાઇ સરવૈયા, અજય ઉર્ફે લોન્દો, પૂજાબેન અજય સરવૈયા અને સંજયની પત્ની સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 17 તારીખે સાંજના હુ તથા મારો ભાઈ અનિલભાઇ બન્ને ઘરના ખુણા પાસે બેઠો હતો અને મારો ભત્રીજો દેવરાજ તેમજ શેરીના બીજા છોકરાઓ શેરીમા ક્રીકેટ ૨મતા હતા તે દરમ્યાન અજયએ મારા ભત્રીજાને એક જાપટ મારતો હોય જે હું જોઇ જતા હુ તથા મારો ભાઇ અનિલ તરત જ ત્યા ગયેલ અને મે મારા ભત્રીજાને કહેલ કે શુ થયુ તો મને મારા ભત્રીજા દેવરાજે જણાવેલ કે અમે શેરીમા ક્રીકેટ રમતા હતા ત્યારે દડો અજય સરવૈયાના ઘર પાસે ગયો હતો જેથી હુ દડો લેવા માટે આવ્યો હતો તે દરમ્યાન અજયનો દિકરો જેનુ મને નામ નથી આવડતુ તે તથા આદી બન્ને અહીં હાજર હતા અને આદિએ મને ગાળો આપીને એક જાપટ મારી દીધી હતી બાદમા અજય પણ આવેલ અને તે પણ મને જાપટ મારવા લાગ્યો હતો
જેથી હુ અજયને સમજાવતો હતો તે દરમ્યાન સંજય પોતાનુ એક્સેસ લઇને આવેલ હતો અને એક્સેસમા દારૂની બોટલો પડી હતી તે તથા પોતાના નેફામા બોટલ હતી તે બોટલો અમારા પર ફેકવા લાગ્યો હતો જે દરમ્યાન મારા પત્ની આવી જતા એક બોટલ મારી પત્ની ભારતીને લાગી હતી અને મારા ભત્રીજાને વાસાના ભાગે બોટલ મારી હતી સંજય બોલવા લાગેલ કે દેવરાજ ગમે ત્યા ભેગો થસે ત્યારે હુ દેવરાજને જાનથી મારી નાખીશ એમ ધમકી આપી હતી બાદ અજય ઉર્ફે લોંદો ધારીયુ લઇને આવ્યો હતો અને ગાળો ભાંડી હતી તે જ સમયે પુજાબેન તથા સંજયના પત્ની બન્નેએ પણ પથ્થરના ઘા કર્યા હતા જે પથ્થર કોઇને લાગ્યા ન હતા બાદમા આજુબાજુના માણસો ભેગા થઈ જતા આ તમામ ત્યાથી ભાગી ગયા હતા મારી પત્ની અને મારા ભત્રીજાને ઇજા થઇ હોય બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અને ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એચ ટી જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તારી ગાડી પાંચ રૂપિયાની છે કહી દંપતિને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા
રાજકોટના રેલનગરમાં ઝાંસીકી રાણી ટાઉનશીપમાં રહેતા અને ઇલેક્ટ્રિક કામ કરતા ગણપતભાઇ જયંતીભાઈ પરમાર ઉ.37એ પ્રકાશ ચંદુભાઈ હળવદીયા, તેના પત્ની નૂતનબેન અને તેની દીકરી સંજનાબેન સામે પ્રનગર પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી પાસે મારૂતી સુઝુકી કંપનીની અલ્ટો કાર મારા નામની છે. આ કાર મારા ઘરની નીચે પાર્કિંગમાં રાખુ છુ ગત 10 તારીખે હું તથા મારા પત્ની ઘરે હતા ત્યારે અમારી બાજુમાં રહેતા પ્રકાશભાઈ તથા તેની પત્ની નુતનબેન તથા તેની દિકરી સંજનાબેન કોઇ કારણસર ઝગડો કરતા હતા અને આ વખતે આ ત્રણેય ઝગડો કરતા કરતા મારી કાર પાસે આવેલ અને ત્રણેય જણા મારી કાર સાથે ભટકાણા જેથી મારી કારનાં ડેકીનાં પાછળનાં ભાગે સમાન્ય ઘોબા પડી ગયા હતા દેકારો થતા હુ તથા મારા પત્ની બંન્ને મારી કાર પાસે જઈ ત્રણેયને કહેલ કે મારી કારને કેમ ઘોબા પાડો છો ? જેથી આ ત્રણેય મને તથા મારા પત્ની પ્રજ્ઞાબેનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તમે અમને કહેવા વાળા કોણ છો ? તારી ગાડી પાંચ રૂપીયાની છે તેમ કહીને આ ત્રણેયએ મને તથા મારા પત્નીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી અમારી જ્ઞાતી વિષે ખરાબ શબ્દો કહેવા લાગ્યા હતા. બાદ આ ત્રણેય જણા ત્યાંથી જ તા રહેલ હતા અમો એક જ લતામાં રહેતા હોય જેથી મે ફરીયાદ કરી ન હતી બાદમાં ગઈકાલે ત્રણેય સામે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.