Loading Please Wait !!!
ભરત સોલંકી વાયરલ ઓડિયો મારી ભૂલ હતી

=> ભરત સોલંકીનું માફી પત્ર

=> ખીરસરામાં ખનીજચોરીમાં ઓડિયો વાયરલમાં મોટો ખૂલાસો

=> ગૌચરની જમીનમાં BJP પૂર્વ ધારાસભ્યની ખનીજ ચોરી વાત ખોટી

=> ગઈકાલે સામાન્ય નાગરિક અને મામલતદારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લામાં તાજેતરમાં વાયરલ થયેલા ઓડિયો મામલે નવી વળાંક આવ્યો છે. લોધિકા તાલુકાના એક ખેડૂત દ્વારા સત્તાવાર રીતે રજૂઆત કરીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

અરજદાર ભારતભાઈ દેવશીભાઈ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, થોડા દિવસો પહેલાં જમીન સંબંધિત મુદ્દે થયેલી વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે ગેરસમજ ઊભી થઈ હતી. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, આ ઓડિયો વાયરલ કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો અને અજાણતા આ ઘટના બની હતી. સાથે જ, તેમણે આ બાબતે પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ રજૂઆત બાદ મામલામાં સ્પષ્ટતા આવી રહી છે અને સ્થાનિક સ્તરે પણ વાતાવરણ શાંત બનવાની આશા વ્યક્ત થઈ રહી છે. તંત્ર દ્વારા પણ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને જરૂરી ઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોમાં આશા છે કે, આ મુદ્દે પારદર્શિતા જળવાઈ રહેશે અને યોગ્ય સમજણ સાથે પ્રશ્નોનો ઉકેલ આવશે.