Loading Please Wait !!!
ભક્તિનગર સર્કલે વૃદ્ધને સાઢુભાઈએ ફડાકા ઝીકી જોઈ લેવાની ધમકી દીધી

=> દીકરીએ કરેલા કેસથી મારો દીકરો જેલમાં છે તેને કહેજે સમાધાન કરી લે કહી માર માર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના મવડીમાં આકાશદીપ સોસાયટીમાં રહેતા અને પ્લમ્બર તરીકે કામ કરતા મનુભાઈ મથુરભાઈ વ્યાસ ઉ.63 નામના વૃધ્ધે સાઢુભાઈ અશોક છગનભાઇ ટિટિયા સામે અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી મારકૂટ કરી જોઈ લેવાની ધમકી આપવા અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે હુ તથા મારા કૌટુમ્બીક ફઈબાના દીકરા ભાઈ મિથુનભાઈ અરવિંદભાઈ ટીટીયા અમે બન્ને ભક્તીનગર સર્કલ પાસે તકદીર આઈસ ગોલાની તેની રેકડીએ બેઠા હતા ત્યારે મારા સગા સાઢુભાઈ અશોકભાઈ છગનભાઈ ટીટીયા આવેલ અને મને ગાળા ગાળી કરવા લાગેલ અને મને બે ફડાકા મારીને કહ્યું કે તારી દીકરી ડીમ્પલએ મારા દીકરા ઉપક કેશ કરેલ છે અને તે જેલમાંથી છુટતો નથી અને ડીમ્પલને કહેજે કે સમાધાન કરી કેશ પાછો ખેંચી લે નહી તો તમને બધાને જોઈ લઈશ તેવી ધમકી આપતા મિથુનભાઈ વચ્ચે પડતા આ અશોકભાઈએ મિથુનભાઈને પણ ફડાકા મારીને ઝપાઝપી કરવા લાગેલ અને તાવીથો લઈને મારી પાછળ દોડતા હુ ત્યાથી ભાગી ગયો હતો બાદમાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.