Loading Please Wait !!!
બંગાળમાં ગૌહત્યા પર પ્રતિબંધ

=> સુવેન્દુ સરકાર 75 વર્ષ જૂનો કાયદો લાવી

=> કતલખાના પણ બંધ: ઉલ્લંઘન કરવા પર જેલ

સિટી ન્યૂઝ@પશ્ચિમ બંગાળ : પશ્ચિમ બંગાળની BJP સરકારે રાજ્યમાં ગાયોની હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે. CM સુવેન્દુએ 1950ના બંગાળ કાયદા અને 2018ના કલકત્તા હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા એક નોટિસ જારી કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે 'ફિટનેસ સર્ટિફિકેટ' વિના કોઈપણ પશુ-ભેંસની હત્યા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.બંગાળ સરકારે કહ્યું કે ફિટનેસ સર્ટિફિકેટ ફક્ત કોઈ નગરપાલિકાના અધ્યક્ષ, કોઈ પંચાયત સમિતિના પ્રમુખ અને એક સરકારી પશુચિકિત્સક સાથે મળીને જારી કરવામાં આવશે.આ સર્ટિફિકેટ ત્યારે જ જારી થશે જ્યારે ઓથોરિટી સહમત થાય કે પ્રાણી 14 વર્ષથી વધુ ઉંમરનું છે, તે પ્રજનન માટે લાયક નથી અને ઘરડું છે. ઈજાગ્રસ્ત અને અપંગ છે, અથવા અસાધ્ય રોગને કારણે અક્ષમ છે.

આ ઉપરાંત, સાર્વજનિક કતલખાનાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે પ્રાણીઓની હત્યા ફક્ત નગરપાલિકાના કતલખાનામાં  અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા નિર્ધારિત કતલખાનામાં જ કરવામાં આવશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત લાવ્યા પછી ઘણા મોટા પગલાં લીધા છે. પશુ હત્યા સાથે સંકળાયેલા 75 વર્ષ જૂના 'પશ્ચિમ બંગાળ પશુ હત્યા નિયંત્રણ અધિનિયમ, 1950'નું ઉલ્લંઘન કરવા પર 6 મહિના સુધીની જેલ અને 1000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.