અશ્લીલતાનો ધંધો; કપડા ઉતારો પૈસા કમાવ
- વડોદરામાં રૂમમાં ચાલતો રંગીન ખેલ; 10 પાસ યુવકે એપ બનાવી ધંધો શરૂ કર્યો
- ફ્લેટમાં યુવતીઓને બોલાવી ન્યૂડ વીડિયો કોલ રેકેટ ચલાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
સિટી ન્યૂઝ@વડોદરા
વડોદરાના માંજલપુરના રહેણાંક ફ્લેટમાં યુવતીઓને બોલાવી ન્યૂડ વીડિયો કોલ રેકેટ ચલાવનાર આરોપી મનીષ પઢીયારની પોલીસે ધરપકડ કરી છે. ફ્લેટમાં હાજર યુવતી ગ્રાહકની ફરમાઈશ મુજબ અશ્લીલતા પીરસતી હતી. યુવતીઓ અને આરોપી ૫૦-૫૦ ટકા રકમ વહેંચી લેતા હતા,આરોપીએ વડોદરામાં ૧૧ લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદી અશ્લીલતાનો ધંધો શરૂ કર્યો
હતો.આરોપી ૧૦ પાસ હોવા છતાં Apk ફાઈલની મદદથી એપ બનાવી ગ્રાહકોને આકર્ષતો હતો. તેમજ રિચાર્જ કરાવડાવી બેલેન્સ ખર્ચ કરાવતો હતો.મનીષ પઢીયારે માંજલપુરમાં આવેલા પ્રકૃતિ પ્લાઝામાં ફ્લેટ ખરીદો હતો. તે અલગ અલગ યુવતીઓને પોતાના ફ્લેટ પર બોલાવતો હતો. અહીં વડિયો કોલ માટેનું સેટઅપ ગોઠવ્યું હતું. આ આરોપી પોતે કોલ સેન્ટર ચલાવતો અને તેની સાથે નોકરી કરતી યુવતીને
પણ આ ધંધામાં કામ કરવા માટે બોલાવી હતી. મૂળ ગાત્રિયાબાદની યુવતી એર હોસ્ટેસનો અભ્યાસ કરતી હતી. જેની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.મનીષ પઢીયાર એપ્લિકેશન દ્વારા એકાઉન્ટ બનાવી તેમાં ગ્રાહકોને અશ્લીલ ન્યૂડ વીડિયોની લાલચ આપતા.આ એપ્લિકેશનમાં ગ્રાહકો દ્વારા થતા રૂ. ૫૦૦ થી ૫,૦૦૦ના રિચાર્જનું પેમેન્ટ આરોપી એક હોઈનના ચાર રૂપિયા મેળવી પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો.