અમદાવાદીઓ પાણીમાં: કરોડોનો માલ ડૂબતા વેપારીઓ બેહાલ
- નેતા મત લેવા અને કોર્પોરેશન ટેક્સ લેવા આવે
- વેપારીઓએ કહ્યું મદદ નહીં મળે તો ભુખ હડતાલ કરીશું
સિટી ન્યૂઝ@અમદાવાદ
અનરાધાર વરસાદથી અમદાવાદીઓ બેહાલ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી જ જોવા મળી રહ્યું છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા છે. કરોડોની ઘરવપરી, વાહનો અને માલ-સામાનને નુકસાન પહોંચ્યું છે,આ કપરી પરિસ્થિતિમાં શહેરીજનો અને વેપારીઓએ ભારે રોષ ઠાલવ્યો છે, તો એક વેપારીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે નેતા મત લેવા અને કોર્પોરેશન ટેક્સ લેવા આવી જાય છે, પરંતુ કપરી પરિસ્થિતિમાં કોઈ મદદ નથી આવતું, જો મદદ નહીં મલી તો અમે ભૂખ હડતાલ પણ ઉતરીશું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બૂથ બોપલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ
કોમમેનની જેમ પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન તેમની સાથે મેયર હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર પણ હતા. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકપણ અધિકારી પાણીનો નિકાલ કરવા માટે હજુ સુધી ફરક્યા નથી. એકપણ નેતાઓ લોકોના હાલ જોવા માટે ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભૂખ્યા તરસ્યા સ્થાનિકો રહેવા માટે મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. તેમાં પણ વેજલપુર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
- શેલાની સોસાયટીમાં 200 વાહન ડુબ્યા
- 900 લોકોનું રેસ્ક્યું કરાયુ: રેન્જ IG ટ્રેક્ટરમાં બેસી લોકોની મદદ માટે પહોંચ્યા
અમદાવાદ રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સ અને SP ઓમ પ્રકાશ જાટ ધુમા વિસ્તારમાં પાણી ભાયેલા વિસ્તારોમાં ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા છે. સ્થાનિકોની મુલાકાત કરી મદદ કરવામાં આવી રહી છે. બાવળામાં ભારે વરસાદના પગલે સ્થિતિ ખૂબ ખરાબ બની છે. ગેલોપ્સ આર્ક પાસે ૬૦૦ લોકો ફસાયા હતા જેને તાત્કાલિક ધોરણે પોલીસ અને SDRF ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.