ડો.સુભાષ કન્યા વિદ્યાલયનું બોર્ડમાં ઝળહળતું પરિણામ
- ધોરણ 10 માં 99.04%, 12 કોમર્સમાં 100% અને 12 આર્ટ્સમાં 97.30% પરિણામ
સિટી ન્યૂઝ@રાજકોટ : મચ્છોયા આહીર ટ્રસ્ટ સંચાલિત પેથલજીભાઈ એન. ચાવડા આહીર કન્યા છાત્રાલય અને પરાપીપળીયા સ્થિત ડો. સુભાષ કન્યા વિદ્યાલય દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પરિણામ હાંસલ કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ સામાજિક સંસ્થા ધોરણ 5 થી કોલેજ સુધી કાર્યરત છે, જ્યાં વિદ્યાર્થિનીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 10 ના પરિણામની વાત કરીએ તો, કુલ 105 વિદ્યાર્થીનીઓમાંથી 104 ઉત્તીર્ણ થઈ છે અને 99.04% જેટલું ઊંચું અને ગુણવત્તાસભર પરિણામ પ્રાપ્ત કર્યું છે. આમાં ધ્રુવી ભરત આહીરે 99.67 PR સાથે પ્રથમ સ્થાન, હીર મેહુલ મયાત્રાએ 99.50 PR સાથે દ્વિતીય સ્થાન અને રીચાલી જલા આહીરે 99.43 PR સાથે તૃતીય સ્થાન મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાની 19 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ અને 32 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ધોરણ 12 કોમર્સમાં શાળાનું પરિણામ 100% રહ્યું છે, જ્યારે આર્ટ્સ પ્રવાહનું પરિણામ 97.30% રહ્યું છે. ધોરણ 12 માં ફોરમ ભરત કુવાડીયા 99.60 PR સાથે પ્રથમ સ્થાને, વિંદા શામજી બરારીયા 99.36 PR સાથે દ્વિતીય સ્થાને અને નેન્સી સુભાષ સેગલીયા 98.92 PR સાથે તૃતીય સ્થાને રહી છે. આ ઉપરાંત કોલેજમાં પણ આ વર્ષનું પરિણામ 100% પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્તમ સિદ્ધિ વિદ્યાર્થીનીઓની અવિરત મહેનત, શિક્ષકોનું સચોટ માર્ગદર્શન અને સંચાલક મંડળના સતત પ્રોત્સાહનનું પરિણામ છે.
સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થિનીઓને શુભકામનાઓ
આ ગૌરવપૂર્ણ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાગદાન ચાવડા, ઉપપ્રમુખ લાભુ ખીમાણીયા, ટ્રસ્ટી અરજણ જલુ, મનોજ ચાવડા, ભાનુ મેતા, લાભુ બાલસરા, ધાની જીલડીયા તથા કોર કમિટી મેમ્બર વનરાજ ગરૈયા, જયદીપ જલુ, વિરમ રાઠોડ, કેમ્પસ ડાયરેક્ટર અરશી ચુડાસમા, શાળાના આચાર્ય મધુ જોશી અને કોલેજના પ્રિન્સિપાલ ભાગ્ય ગોહિલે તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. સર્વ સ્ટાફ તથા વાલીઓએ પણ આ સિદ્ધિ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.