મેંદરડામાં 'ખાખી' નું ભવ્ય સ્વાગત: નવા PI વત્સલ સાવજને સુખરામદાસ બાપુએ આશીર્વચન આપી આવકાર્યા!
- ખાખીમઢી રામજી મંદિરના મહંત દ્વારા સાલ ઓઢાડી સન્માન - મેંદરડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા જામ્યો માહોલ
- મહામંડલેશ્વર શ્રી ૧૦૦૮ મહંત સુખરામદાસ બાપુએ મોં મીઠું કરાવી સત્કાર્યા - ધોરાજીમાં નાયબ મામલતદાર તરીકેની સેવાઓને બિરદાવી
- મેંદરડામાં કાયદો અને વ્યવસ્થાની કમાન હવે સાવજ સાહેબના હાથમાં - સંતોના આશીર્વાદ સાથે કાર્યનો પ્રારંભ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વત્સલ સાવજની નિમણૂક થતા સ્થાનિક સ્તરે અને સામાજિક ક્ષેત્રે હર્ષની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં મેંદરડા પીઆઈ તરીકે ચાર્જ સંભાળતા જ વત્સલ સાવજને સન્માનિત કરવાનો અને આવકારવાનો સિલસિલો શરૂ થયો છે.
આ નિમણૂકને વધાવતા મેંદરડા ખાખીમઢી રામજી મંદિરના મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંત સુખરામદાસ બાપુએ પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી હતી. બાપુએ નવનિયુક્ત પીઆઈ વત્સલ સાવજનું સાલ ઓઢાડી અને મોં મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાપુએ મેંદરડા પંથકની શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે નવનિયુક્ત અધિકારીને શુભાશિષ પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વી. જે. સાવજ અગાઉ ધોરાજી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમની વહીવટી કુશળતા અને જનકલ્યાણની કામગીરીની ખૂબ પ્રશંસા થઈ હતી. તેમની આ નિમણૂક બદલ ધોરાજીના પત્રકાર ધર્મેન્દ્ર બાબરિયા અને ભોળાભાઈ સોલંકીએ પણ મેંદરડા પહોંચીને તેમને શુભેચ્છાઓ આપી હતી. મેંદરડાના રહીશોમાં આશા છે કે વત્સલ સાવજના આગમનથી વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં અને કાયદાનું શાસન વધુ મજબૂત કરવામાં સફળતા મળશે.