ભાવનગરના કરદેજ ગામે વાડીના શેઢે જુગાર રમતા ૧૫ શખસો રંગેહાથ ઝડપાયા!
-
શીતળામાના મંદિર પાસે આવેલી વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં રમાતો હતો જુગાર.
-
પોલીસે સ્થળ પરથી ૧૫ ઇસમોને ઝડપી પાડીને જુગારની બાજી પેરવી દીધી હતી.
-
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૧.૩૮ લાખ રોકડ અને ૧૦,૦૦૦ ના મોબાઈલ સામેલ છે.
સિટી ન્યુઝ @ ભાવનગર
ભાવનગર, ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગતરાત્રે કરદેજ ગામે વાડીના શેઢે ખુલ્લી જગ્યામાં ચાલતી જુગારધામની બાજી પર સફળ દરોડો પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ૧૫ શખસોને રંગેહાથ ઝડપી પાડી તેમની સામે કડક જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે. નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન વરતેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કરદેજ ગામે શીતળામાના મંદિર પાસે આવેલી વાડીના શેઢે કેટલાક શખસો પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે, જેના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.
ઝડપાયેલા ૧૫ આરોપીઓમાં અલ્પેશ ભગવાનભાઈ રાઠોડ, મહેશ પાંચાભાઈ ચાવડા, રામ નારણભાઇ ખમલ, ગૌતમ જસાભાઈ કુવડીયા, અશોક ભાયાભાઈ ડાંગર, ભાવેશ દેસુરભાઈ ચાવડા, જયેશ ઉર્ફે સુખો સામતભાઈ ખમલ, જયદેવ ઉર્ફે ટીસી ચીંથરભાઈ દુધકિયા, વિના ઉર્ફે ભાણો પોપટભાઈ બુધેલીયા, યોગેશ ભરતભાઈ મેર, રાહુલ ઉર્ફે વિપુલ જગાભાઈ પીપળીયા, મેહુલ ઉર્ફે ગોદડ લાલજીભાઇ મકવાણા, બુધા બટુકભાઈ કરણીયા, દેવરાજ ઉર્ફે કિરણ રમેશભાઈ ચારોલા અને જીતુ અરજણભાઈ ખમલનો સમાવેશ થાય છે.
પોલીસે ઝડપાયેલા શખસોના કબજામાંથી અને પટમાંથી રોકડ રૂ. ૧,૩૮,૦૦૦ તથા રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૪૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વરતેજ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.