Loading Please Wait !!!
વડોદરામાં કામ્યા ગૃહ ઉદ્યોગ પર ફૂડ વિભાગના દરોડા!

  • ખાખરાના પેકેટ પર બેચ અને એક્સપાયરી ડેટનો અભાવ!
  • સ્થળ પરથી પામોલિન તેલનો નમૂનો લેવાઈ તપાસમાં!
  • પેકિંગ-લેબલિંગ નિયમ ભંગ બદલ સંચાલકને નોટિસની કાર્યવાહી!

સિટી ન્યુઝ @ વડોદરા

ખાખરાના પેકેટ પર બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ જેવી ફરજિયાત વિગતો ન હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે ખાસવાડી સ્મશાન નજીક આવેલા કામ્યા ગૃહ ઉદ્યોગ પર ઓચિંતી તપાસ હાથ ધરી છે.

FSSAI ના નિયમો મુજબ પેકેજ્ડ ખાદ્ય ચીજો પર ઉત્પાદન અને એક્સપાયરી સહિતની વિગતો દર્શાવવી જરૂરી હોવા છતાં પેકિંગ અને લેબલિંગના નિયમોનો ભંગ થતો હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું હતું.

અધિકારીઓએ કિચન, કાચા માલના સ્ટોરેજ અને ઉત્પાદન સ્થળની ચકાસણી દરમિયાન ખાખરા બનાવવામાં વપરાતા પામોલિન તેલનો નમૂનો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કે અખાદ્ય તત્વો જણાય તો આગળની કડક કાર્યવાહી કરાશે.

તપાસના અંતે સંચાલકોને પેકિંગ-લેબલિંગ નિયમોના પાલન, સ્વચ્છતા અને હાઈજિન જાળવવાની સૂચના સાથે શિડયુઅલ 4 હેઠળ નોટિસ આપવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ખાદ્ય સુરક્ષા, લેબલિંગ નિયમો અને નમૂના પરીક્ષણ

પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર બેચ, ઉત્પાદન અને એક્સપાયરી તારીખની સ્પષ્ટ વિગતો ગ્રાહક સુરક્ષા અને ટ્રેસેબિલિટી માટે અનિવાર્ય છે. નિયમિત ચકાસણી, સ્વચ્છતા અને લેબ પરીક્ષણ ખાદ્ય ગુણવત્તા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.