ICU ના દર્દીઓ માટે ફંગલ સંક્રમણ ગંભીર ખતરો!
- COP31 ની અધ્યક્ષતા કરતો ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે!
- 1850 થી રશિયા 70 અને સાઉદી 60 ગીગાટન!
- ઓસ્ટ્રેલિયા 25 ગીગાટનથી વધુ CO2 માટે જવાબદાર!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
હોસ્પિટલોના આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓ માટે ફંગલ સંક્રમણ મોટા ખતરા તરીકે સામે આવ્યું છે અને ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદ ICMR ના દેશવ્યાપી અભ્યાસ મુજબ ગંભીર ફંગલ સંક્રમણ ધરાવતા દર્દીઓમાંથી 53.6 ટકાના હોસ્પિટલમાં જ મોત થયા છે.
આ આંકડા મુજબ ગંભીર ફંગલ સંક્રમણથી પીડિત દર 100 દર્દીઓમાંથી લગભગ 54 દર્દીઓના જીવ બચાવી શકાયા નથી, જે આરોગ્ય ક્ષેત્ર માટે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે.
આ સંશોધન તબીબી જર્નલ ધી લાન્સેટ રિજીયોનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયામાં તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આઈસીયુમાં સારવાર લઈ રહેલા નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓમાં ફંગલ ચેપનું નિદાન અને સારવાર વધુ પડકારરૂપ બની રહી છે.
સંશોધનના તારણો હોસ્પિટલોમાં ચેપ નિયંત્રણ, સમયસર નિદાન અને સારવાર વ્યવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત સૂચવે છે.
ICU ચેપ નિયંત્રણ, સમયસર નિદાન અને તબીબી સજ્જતા
આઈસીયુમાં દાખલ ગંભીર દર્દીઓમાં ફંગલ સંક્રમણ ઊંચા મૃત્યુદર સાથે જોડાયેલું હોવાથી સમયસર તપાસ અને યોગ્ય સારવાર નિર્ણાયક બને છે. હોસ્પિટલ સ્તરે સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને એન્ટિ-ફંગલ વ્યવસ્થાપન દર્દીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.