Loading Please Wait !!!
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળવા શંકરાચાર્યની અપીલ!

  • વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું મોટું નિવેદન!
  • મૂળ ધર્મગ્રંથોને વળગી રહેવા અને પરંપરા જાળવવા હાક!
  • નવા લખાણો સામે ચેતવણી, શાસ્ત્રોનો ઉલ્લેખ કર્યો!

સિટી ન્યુઝ @ અમદાવાદ 

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ સનાતન ધર્મ અને ઉપાસનાને લઈને નિવેદન આપતાં બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળવા તથા મૂળ ધર્મગ્રંથોને વળગી રહેવાની અપીલ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે શાસ્ત્રો અને પુરાણોમાં જેનો ઉલ્લેખ નથી તેવા દેવી-દેવતાઓને ભગવાન માનીને પૂજા કરવાની જરૂર નથી અને આવા દેવી-દેવતાઓ બોલિવૂડે ઊભા કર્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો, સાથે જ પૂર્વજોની પરંપરા મુજબ શિવ-શક્તિ, પંચદેવ તથા કુળદેવી-કુળદેવતાની ઉપાસના કરવા જણાવ્યું હતું.

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું કે દરેક વ્યક્તિને પોતાના મૂળ ધર્મ અને પરંપરાનું સાચું જ્ઞાન હોવું જોઈએ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, 18 પુરાણ અને ચાર વેદ સિવાયના નવા લખાણોમાં 'દૂધમાં પાણી ભેળવવા' જેવી પ્રવૃત્તિ સામે સતર્ક રહેવું જરૂરી છે.

તેમણે ગંગા નદીની ધારાનું ઉદાહરણ આપી મૂળ ધારાને વળગી રહેવા જણાવ્યું હતું અને અંતમાં પંચદેવ, ધર્મશાસ્ત્રો, દ્વારકાધીશ, ચારેય ધામ, નવદુર્ગા, દસ મહાવિદ્યા, ઉમિયા માતા, અંબાજી, આશાપુરા, કુળદેવી-કુળદેવતા તથા સોમનાથ દાદાને માનનારને સાચા હિંદુ અને સનાતન ધર્માવંબી ગણાવ્યા હતા.

શાસ્ત્ર પરંપરા, ઉપાસના પદ્ધતિ અને ધાર્મિક સંવાદ

ધાર્મિક પરંપરા, શાસ્ત્રીય ગ્રંથો અને ઉપાસનાના સ્વરૂપો અંગે વિવિધ મંતવ્યો અને ચર્ચાઓ સમાજમાં ધ્યાન ખેંચે છે. મૂળ પરંપરાઓ અને ધાર્મિક આસ્થાના પાસાં પર સંવાદ સતત ચાલતો રહે છે.