Loading Please Wait !!!
મનપામાં કંડક્ટર ભરતીના નિયમોમાં બેવડી લાયકાતનો વિવાદ!

CNG બસ માટે 12 પાસ, ઇલેક્ટ્રિકમાં 8 પાસ!

275 ના મહેકમ સામે 95 થી વધુ જગ્યા ખાલી!

સ્ટાફની અછતથી 180 કંડક્ટરોને ફરજિયાત ઓવરટાઈમ કરવો પડે!

સિટી ન્યુઝ @ રાજકોટ

ઇન્દિરા સર્કલ સિટી બસ દુર્ઘટના બાદ બનાવાયેલી નવી SOP માં કંડક્ટરની ભરતી માટે CNG બસમાં ધોરણ 12 પાસ અને ઇલેક્ટ્રિક બસમાં ધોરણ 8 પાસની બેવડી લાયકાત મુદ્દે વિવાદ સર્જાયો છે, જેના કારણે ભરતી પ્રક્રિયા અટવાતાં 180 કંડક્ટરોને ઓવરટાઈમ કરવો પડી રહ્યો છે અને મુસાફરોને હાલાકી થઈ રહી છે.

કુલ 275 કંડક્ટરોના મહેકમ સામે હાલ 95 થી વધુ જગ્યાઓ ખાલી છે તેમજ અગાઉની 30 કંડક્ટરોના રિઝર્વની વ્યવસ્થા પણ ન રહેતાં મર્યાદિત સ્ટાફથી કામગીરી ચલાવવી પડી રહી છે, જ્યારે ડ્રાઈવરો માટે ઉંમર અને ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ સિવાય શૈક્ષણિક લાયકાતનો કોઈ નિયમ નથી.

અગાઉ ધોરણ 10 પાસની લાયકાત હતી ત્યારે 12 પાસ ફરજિયાત થતા યોગ્ય ઉમેદવારો ઓછા મળી રહ્યા છે અને ST વિભાગમાં ભરતી શરૂ થતા કેટલાક કંડક્ટરોએ નોકરી છોડી છે, પરિણામે અપૂરતા સ્ટાફને લીધે કેટલાક રૂટ ટૂંકાવવા પડ્યા છે.

એજન્સી દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ એક જ કામ માટે અલગ-અલગ લાયકાત અંગે રજૂઆત કરી CNG બસમાં પણ અગાઉની જેમ ધોરણ 10 પાસનો નિયમ ફરી લાગુ કરવા માંગ કરવામાં આવી છે.

બોક્સ મેટર:

સિટી બસ સંચાલન, ભરતી નિયમો અને મુસાફર સુવિધા

શહેરી પરિવહન સેવામાં સ્ટાફની પૂરતી ઉપલબ્ધિ અને સ્પષ્ટ ભરતી નીતિ નિયમિત રૂટ સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કંડક્ટરો પરનો વધારાનો કાર્યભાર અને રૂટમાં ફેરફાર સીધી રીતે મુસાફરોની સુવિધાને અસર કરે છે.