Loading Please Wait !!!
ટ્રાન્સપોર્ટમાં બેરલમાં સંતાડી મોકલેલો 5 લાખનો દારૂ ઝડપાયો

=> નવાગામમાં કુવાડવા પોલીસનો દરોડો : હરિયાણાના સપ્લાયર-રીસીવરની શોધખોળ

સિટી ન્યૂઝ@રાજકોટ

શહેરમાં નવાગામ (આણંદપર) પાસે ટ્રાન્સપોર્ટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીના આધારે કુવાડવા પોલીસે દરોડો પાડી બેરેલમાં સંતાડી હરિયાણાથી મોકલાવેલો 4.90 લાખનો 3504 બોટલ દારૂ ઝડપી લઈ માલ મોકલનાર હરિયાણાના શખસ તેમજ ડિલેવરી લેનાર રાજકોટના બુટલેગર સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દોડધામ શરુ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર ટ્રાન્સપોર્ટનગરમાં વી.આર.એલ લોજેસ્ટીક લીમીટેડ નામના ટ્રાન્સપોર્ટમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની માહિતીને આધારે કુવાડવા પોલીસ મથકના પીઆઈ વસાવા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો

દરોડા દરમિયાન ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મળી આવેલ લોખંડના બેરલમાં ખોલીને જોતા તેમાંથી 4.90 લાખની કિંમતના વિદેશી દારૂના ચપલા મળી આવતા પોલીસે તપાસ કરતા આ દારૂ હરિયાણાના પનીપત જિલ્લાના બારોલી ગામે ગણેશ ઓટો મોબાઈલ એન્ડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિ.માંથી આવ્યો હોવાનું અને રાજકોટના હિતેશ નામના શખસને ડિલિવરી આપવાની હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી દારૂનો જથ્થો કબજે કરી બંને આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરુ કરી છે.