Loading Please Wait !!!
ત્રણ સંતાનની માતા એવી પ્રેમિકાએ સગાઈ તોડી નાખતા યૂવકે ઝેરી દવા પીધી

  • માંડા ડુંગરની યુવતીએ 7 લાખ આપ તો જ તારી સગાઈ થવા દઉં' તેવી ધમકી આપ્યાનો આક્ષેપ

 


સિટી ન્યૂઝ@રાજકોટ : 3 સંતાનની માતા એવી પ્રેમિકાએ સગાઈ તોડાવી નાખતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચુનારાવાડનો દીપક બાટા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, માંડા ડુંગરની યુવતીએ '7 લાખ આપ તો જ તારી સગાઈ થવા દઉં' તેવી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો છે.મળતી માહિતી અનુસાર, દીપક રામજીભાઈ બાટા (ઉંમર વર્ષ 30, રહે. ચુનારાવાડ, રાજમોતી મીલ સામે, નદીના કાંઠે) ગઈકાલે રાત્રે 1 વાગ્યાં આસપાસ પોતે રાવણ ચોક રામ મંદિર પાસે હતો ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.દીપકે જણાવ્યું કે, તે 4 બહેન અને 2 ભાઈમાં વચેટ છે. મજૂરી કામ કરે છે. 7 મહિના પહેલા માંડા ડુંગરમાં રહેતી 3 સંતાનની માતા એવી ત્યકતા યુવતી સાથે તેનો પરિચય થયો હતો.બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, બાદમાં કોઈ કારણે સંબંધ છૂટો કરી નાંખ્યો હતો. દરમ્યાન 10 દિવસ પહેલા દિપકની સગાઈ તાલાલાની યુવતી સાથે થઈ હતી. અને 14મી મે ના રોજ લગ્ન નિર્ધારિત કરાયા હતા.

આ વાતની જાણ ત્યક્તા યુવતીને થતા તેણી દીપકની જે યુવતી સાથે સગાઈ નક્કી થઈ હતી તેના ઘરે પહોંચી હતી અને સગાઈ તોડાવી નાખી હતી. બાદમાં દિપકને ધમકી આપી હતી કે તું રૂપિયા 7 લાખ નહીં આપે તો તારી ક્યાંય સગાઈ નહીં થવા દઉં. જેથી દિપક એ આપઘાત નો પ્રયાસ કર્યો છે. થોરાળા પોલીસે નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે.