Loading Please Wait !!!
એસ.ટી.બસે અકસ્માત સર્જ્યા હોવાના આક્ષેપ સાથે મહિલા વકીલની અરજી

  • હનુમાન મઢી ચોકમાં એક દિવસ પૂર્વે ડ્રાઇવરે ફરજ રૂકાવટની ફરિયાદ કર્યા બાદ મહિલા એડવોકેટની વળતી અરજી કરી

    સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરના રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોકમાં સરકારી એસટી બસના ડ્રાઇવરની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી બસને અટકાવી ચાવી ઝૂંટવી લેવા બદલ મહિલા એડવોકેટ નેહલ ગાંધી સામે ગુનો નોંધાયો છે . આ બનાવમાં હરસિધ્ધિ ધામ સોસાયટીમાં રહેતી ગાંધી નેહા અશોક કુમારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એસટી બસના ડ્રાઇવર કમલેશ કદવલા સામે અરજી આપી છે. આ અરજીમાં આક્ષેપ કર્યો છે કે પોતે પોતાની પુત્રી સાથે દેરાસરે પૂજા કરવા માટે જતા હતા ત્યારે હનુમાન મઢી પાસે એસટી બસ બેદરકારીપૂર્વક રસ્તામાં ઉભી રાખી હતી. એસટી બસના ડ્રાઈવર એ ચાલુ ફોનમાં વાતચીત કરી રહ્યો હતો. આ ઉપરાંત એક પેસેન્જર દ્વારા મારો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. એસટી બસના કારણે અમારા ટુ વ્હીલ ને પાછળથી ધક્કો મારેલો હતો તેના કારણે મારી પુત્રીને હાથે પગે ઈજા થયેલી હતી. જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે.